DRI નું ઓપરેશન નમકીન, નાણાંકીય વર્ષ 2021- 22 માં 321 કિલો કોકેઇન જપ્ત કર્યું

|

May 26, 2022 | 11:21 PM

માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે, ડીઆરઆઈ( DRI) દ્વારા "ઓપરેશન નમકીન" શરૂ કરવામાં આવ્યું હતું અને એક કન્સાઈનમેન્ટ, જેમાં 25 એમટીના કુલ વજનવાળા સામાન્ય મીઠાની 1000 થેલીઓ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

DRI નું ઓપરેશન નમકીન, નાણાંકીય વર્ષ 2021- 22 માં 321 કિલો કોકેઇન જપ્ત કર્યું
DRI Operation Namkeen seizes 321 Kilo cocaine in FY 2021-22

Follow us on

સમગ્ર દેશમાં  કામગીરી દરમિયાન નાણાકીય વર્ષ 2021-22 માં DRI એ 321 કિલો કોકેઈન(Cocaine)  જપ્ત કર્યું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજારમાં 3200 કરોડ છે. છેલ્લા એક મહિનામાં, ડીઆરઆઈએ કંડલા પોર્ટ (Kandla Port) પર જીપ્સમ પાવડરના કોમર્શિયલ આયાત કન્સાઈનમેન્ટમાંથી 205 કિલો હેરોઈનની રિકવરી, પીપાવાવ બંદર પર હેરોઈન સાથે 395 કિલો થ્રેડ-લેસડ, એર એટ 62 કિલો હેરોઈન સહિત કેટલાક નોંધપાત્ર કેસ નોંધ્યા છે.. કાર્ગો કોમ્પ્લેક્સ, IGI નવી દિલ્હી અને લક્ષદ્વીપ ટાપુઓના દરિયાકાંઠે 218 કિલો હેરોઈન (ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશનમાં. આ ઉપરાંત, ધાતુના નળના ત્રિકોણ વાલ્વમાં ઉચ્ચ શુદ્ધતાના સોનાને છુપાવવાની નવી પદ્ધતિમાં એર કાર્ગો કોમ્પ્લેક્સ, IGI નવી દિલ્હીમાંથી 61.5 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

ડીઆરઆઈ દ્વારા “ઓપરેશન નમકીન” શરૂ કરવામાં આવ્યું હતું

હાલમાં જ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 52 કિલો કોકેઈન રીકવર કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 500 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. વ્યાપક ડેટા પૃથ્થકરણ અને ફિલ્ડ સર્વેલન્સના આધારે, ડીઆરઆઈ દ્વારા ગુપ્ત માહિતી વિકસાવવામાં આવી હતી કે ઈરાનથી આયાત કરવામાં આવતા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની સંભાવના છે. માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે, ડીઆરઆઈ દ્વારા “ઓપરેશન નમકીન” શરૂ કરવામાં આવ્યું હતું અને એક કન્સાઈનમેન્ટ, જેમાં 25 એમટીના કુલ વજનવાળા સામાન્ય મીઠાની 1000 થેલીઓ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.. આ કંસાઈનમેન્ટ ઈરાનથી મુંદ્રા બંદર પર આયાત કરવામાં આવ્યું હતું, તપાસ કરતા તેમાં મોટી માત્રામાં કોકેઇન હોવાનું બહાર આવ્યું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બાતમીના આધારે, ઉપરોક્ત કન્સાઇનમેન્ટની તપાસ ત્રણ સતત દિવસ – 24મી થી 26મી મે 2022 સુધી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, કેટલીક થેલીઓ શંકાસ્પદ હોવાનું જણાયું હતું, કારણ કે આ બેગમાંથી વિશિષ્ટ ગંધ ધરાવતું પાવડર સ્વરૂપનું પદાર્થ મળી આવ્યું હતું. તેના શંકાસ્પદ થેલીઓમાંથી નમૂના લેવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારના ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટના અધિકારીઓ દ્વારા પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમણે આ નમૂનાઓમાં કોકેઈનની હાજરીનો અહેવાલ આપ્યો હતો. ડીઆરઆઈ દ્વારા અત્યાર સુધીમાં 52 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે. NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ તપાસ અને જપ્તીની કાર્યવાહી ચાલુ છે. ઉપરોક્ત આયાત કન્સાઈનમેન્ટમાં સામેલ વિવિધ વ્યક્તિઓની ભૂમિકાની પણ ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Next Article