છોટાઉદેપુરમાં શેરડીની ખેતી કરતા ખેડૂતોમાં નારાજગી, શું છે ખેડૂતોની સમસ્યા ?

|

Sep 07, 2021 | 7:48 AM

શેરડીનો પાક આ વિસ્તાર ના ખેડૂતો કરે તે માટે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું અને આ વિસ્તારના લોકો શેરડીની ખેતી કરતાં થયા. ખેડૂતોને જે-તે સમયે સારી એવી આવક પણ મળતી થઈ હતી.

છોટાઉદેપુરમાં શેરડીની ખેતી કરતા ખેડૂતોમાં નારાજગી, શું છે ખેડૂતોની સમસ્યા ?

Follow us on

છોટાઉદેપુર જિલ્લાના લઢોદ રાજકીય કાવાદાવામાં ફસાયેલ સરદાર સુગર ફેકટરીમાં શેરડી આપતા ખેડૂતોના 11.62 કરોડ રૂપિયા 14 વર્ષ થવા છતા આજ દિન સુધી નથી મળી રહ્યા. જેને લઈ આ વિસ્તારના લોકોમાં નારાજગી જોવાઈ રહી છે.

બોડેલી તાલુકાના પહેલા ખેડૂતો કપાસ,મગફળી,મકાઇની ખેતી કરતાં હતા. જેમાં ખાસ ખેડૂતો ને આવક મળતી ના હતી. જેને લઈ આ વિસ્તારમાં લોકો શેરડીનો પાક કરે અને બમણી આવક મેળવે તે ધ્યાને લઈ જે-તે વખતની સરકારે 1999ના વર્ષમાં આ વિસ્તારમાં સરદાર સુગર ફેકટરી નાખી. આ વિસ્તારના લોકોએ પોતાની મહામૂલી જમીન પણ સરદાર સુગર બનાવવા માટે આપી.

શેરડીનો પાક આ વિસ્તાર ના ખેડૂતો કરે તે માટે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું અને આ વિસ્તારના લોકો શેરડીની ખેતી કરતાં થયા. ખેડૂતોને જે-તે સમયે સારી એવી આવક પણ મળતી થઈ હતી. સાથો સાથ આ વિસ્તારના યુવકોને સરદાર સુગરમાં કામ કરવાની તક મળતા રોજગારી પણ ઊભી થઈ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સમય બદલાયો અને સારી કમાણી કરતી આ ફેક્ટરી રાજકારણીઓનો હાથો બની. વારંવાર બોર્ડ બદલાયા. અધિકારીઓ બદલાયા. અને, મલાઇદાર આવક આવા લોકોએ પચાવી પાડી.અને દુ:ખની વાત એ બની કે આ ફેક્ટરી 2007માં બંધ કરી દેવામાં આવી. આ ફેકટરીના 17080 જેટલા સભાસદોએ જે શેરડી નાખી હતી. તેના 11.62 કરોડ સલવાયા જેનું ચૂકવણું આજ દિન સુધી થયું નથી.

ખેડૂતોને મહામૂલી શેરડીના પૈસા મળે તે માટે સભાસદોએ વારંવાર સરકારમાં રજૂઆતો કરી. સંખેડા તાલુકાના સામાજિક કાર્યકર અતુલ ભાઈ પટેલે પણ ગાંધીનગરની મુલાકાત લીધી અને રજૂઆતો કરી પણ હૈયાધારણા સિવાય તેમણે કોઈ જવાબ આજદીન સુધી ના મળ્યો મળ્યો. હાલમાં પણ સંખેડા તાલુકા પંચાયતના ગૂંડિચા બેઠકના સભ્યએ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

આ વિસ્તારના લોકો એ વાતથી દુ:ખી થયા છે કે જે સરદાર પટેલના નામથી ફેકટરી શરૂ કરવામાં આવી છે. તે ફેક્ટરીમાં મૂકવામાં આવેલ સરદારના સ્ટેચ્યુની અવગણના કરવામાં આવી રહી છે. કેવડીયા ખાતે સ્થાપિત કરવામાં આવેલ સરદારની પ્રતિમા છે તેવી જ આ સરદારની પ્રતિમા છે. પણ અહીં મૂકવામાં આવેલ સરદારની પ્રતિમાની આસપાસ ઉગેલ ઘાસ પણ સાફ કરવામાં આવતો નથી. ફેકટરી જલ્દી શરૂ કરી નેતાઓએ કમાણી તો શરૂ કરી દીધી હતી. પણ આજદિન સુધી સરદારની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં ના આવ્યું.

આજે જે ફેકટરી સરદારના નામથી શરૂ કરી છે તે સરદારની પ્રતિમાને જોઈ આ વિસ્તારના લોકો નારાજ છે . સાથોસાથ આજે ખેડૂતો દેવામાંથી નીકળી શકતા નથી. કેટલાય ખેડૂતોના લાખો રૂપિયા ફસાતા તેમનું ઘર ચલાવું પણ મુશ્કેલ બન્યું છે. બેન્કોમાંથી લીધેલ લોન પણ ચૂકવી શકે તેમ નથી, જેથી ખેડૂતોના હક્કના પૈસા તેમણે મળે તેવી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે.

આ વિસ્તારમાં ફેકટરી શરૂ થતાં ખેડૂતો સારી એવી આવક મેળવતા થયા હતા. એજ સરદાર સુગર ફેક્ટરી બંધ થતાં ખેડૂતોના કરોડો રૂપિયા ગુંચમાં પડ્યા છે. મુખ્યમંત્રી બદલાય વિસ્તારના નેતા બદલાયા , ફેકટરીના બોર્ડના હોદ્દેદારો બદલાયા પણ વર્ષોથી દુખ ભોગવી રહેલા ખેડૂતોને તેમના પૈસાના મળ્યા છેલ્લા ખેડૂતો જ્યારે કપરી સ્થિતીમાં મુકાયા છે. ત્યારે સરકાર તેમના હક્કના પૈસા જલ્દી આપે તેવી માંગ કરી રહ્યા છે.

Next Article