AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી, જાણો શું છે કારણ

વિદ્યાર્થીઓને અહીંયા રહીને જ રાત્રે ઓનલાઇન અભ્યાસ કરવો પડે છે.કારણ કે કેનેડાના સમય મુજબ ત્યાં દિવસ હોય ત્યારે અહીંયા રાત્રી હોય છે..અને વિદ્યાર્થીઓને રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી જાગવું પડે છે.

કેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી, જાણો શું છે કારણ
difficulty increase of 6 thousand students from Gujarat who got admission for study in Canada
Dipen Padhiyar
| Edited By: | Updated on: Aug 20, 2021 | 4:28 PM
Share

AHMEDABAD : કેનેડા સરકારે ભારતથી જતી ફ્લાઈટો પર પ્રતિબંધ મુકતા ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓનું કેનેડા જવાનું સ્વપ્ન રોળાયું છે.વિદ્યાર્થીઓએ લોન લઈ ફી ભરી વિઝા મેળવ્યા, પણ ફ્લાઈટો બંધ હોવાને કારણે કેનેડા જઇ શકતા નથી.આથીકેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.કેનેડા સરકારે ભારતથી આવતી ફ્લાઈટો પર 21 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લંબાવતા વિદ્યાર્થીઓ ડાયરેકટ કેનેડા જઇ શકતા નથી.વિદ્યાર્થીઓએ 6 મહિનાથી કેનેડામાં પ્રવેશ મેળવી લીધો છે અને વિઝા પણ મળી ગયા છે, પરંતુ ફ્લાઈટો બંધ હોવાને કારણે કેનેડા જઇ શકતા નથી.

રાત્રે ઓનલાઈન અભ્યાસ કરવો પડે છે આ વિદ્યાર્થીઓએ 6 મહિનાથી એડમિશન મેળવી લાખો રૂપિયા ફી ભરી છે, પણ ફ્લાઈટો બંધ હોવાને કારણે તેઓ કેનેડા જઇ શકતા નથી. જેના કારણે વિદ્યાર્થીઓને અહીંયા રહીને જ રાત્રે ઓનલાઇન અભ્યાસ કરવો પડે છે.કારણ કે કેનેડાના સમય મુજબ ત્યાં દિવસ હોય ત્યારે અહીંયા રાત્રી હોય છે..અને વિદ્યાર્થીઓને રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી જાગવું પડે છે.

કેનેડાની સીધી ફલાઈટો બંધ છે આ અંગે કન્સલ્ટન્ટ તરલ શાહે જણાવ્યું હતું કે હાલ કેનેડા જવા માટે વિદ્યાર્થીઓને માલદીવ્સ, યુરોપ, યુકે અથવા દોહા થઈને કેનેડા જવું પડે છે.સામાન્ય રીતે ડાયરેકટ કેનેડા જવા માટે 70 થી 80 હજાર રૂપિયા ટીકીટ પાછળ ખર્ચ કરવો પડે છે..પરંતુ હવે વાયા દોહા થઈને કેનેડા જવાની ટીકીટ 2.5 થી 3 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને વાયા વાયા થઈ કેનેડા જવા માટે ટીકીટ પણ મળતી નથી. ત્યારે માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ટીકીટ પાછળ આટલો ખર્ચ કરી કેનેડા જઇ શકે તેમ નથી.જેના કારણે ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓને કેનેડા જવું મુશ્કેલ બન્યું છે.

ડાયરેકટ કેનેડા ટ્રાવેલ કરવાની મંજૂરી આપવાની માગ ઘણા વિદ્યાર્થીઓએ કેનેડામાં અભ્યાસ માટે લોન લઈને ફી ભરી છે.ત્યારે આવા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે.આ બાબતે કેન્દ્ર સરકાર કેનેડાની સરકાર સાથે વાતચીત કરી યોગ્ય રસ્તો કાઢવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.અમેરિકા સહિત યુરોપ અને યુકેમાંRTPCR ટેસ્ટના આધારે ટ્રાવેલ કરવા દેવામાં આવે છે.ગુજરાતમાં કોરોનાના કેસો નહિવત થઈ ગયા છે, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને RTPCR ટેસ્ટના આધારે ડાયરેકટ કેનેડા ટ્રાવેલ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.

શું કહી રહ્યાં છે વિદ્યાર્થીઓ ? અમદાવાદના આર્યન પટેલે કેનેડામાં 3 મહિના પહેલા એડમિશન લીધું છે.ફી ભરી દીધી છે અને વિઝા પણ મળી ગયા છે.પરંતુ ફ્લાઈટો બંધ હોવાને કારણે આર્યન કેનેડા જઇ શકતો નથી.આર્યને જણાવ્યું હતું કે તે છેલ્લા એક સપ્તાહથી વાયા માલદીવ્સ થઈને કેનેડા જવાની ટીકીટ માટે પ્રયત્ન કરે છે…પરંતુ ટીકીટ મળતી નથી.જ્યારે દોહા થઈને કેનેડા જવા માટે ટિકિતનો ખર્ચ 3થી 4 ગણો વધી જાય છે.

અમદાવાદના ઋત્વિક પટેલે પણ કેનેડામાં એડમિશન લીધું છે..ફી ભરવા માટે ઋત્વિક લોન લીધી છે.લોનનું વ્યાજ પણ ચાલુ થઈ ગયું છે.પરંતુ કેનેડા ન જઇ શકતા મુશ્કેલી ઉભી થઇ છે…કેનેડા જઇ અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ કરીને અભ્યાસ કરવાનું રિત્વિકે વિચાર્યું હતું.પરંતુ 3 મહિનાથી વિઝા આવી ગયા હોવા છતાં કેનેડા ન જઇ શકતા મુશ્કેલી ઉભી થઇ છે.

આ પણ વાંચો : જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">