દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંત સમયથી ઉજવાતા મેઘરાજા મહોત્સવની ઊજવણી કરવામાં આવે છે. ત્રિદિવસીય ઉત્સવમાં મેઘરાજા અને ઘોઘારાવ દેવનું પૂજન કરવામાં આવે છે અને દેવ હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉત્સવ અંતર્ગત અંતર્ગત મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી શ્રાવણી પૂનમે માટીની પ્રતિમાને રંગકામ કરી સાજ શણગાર સાથે વાઘા પહેરાવાય છે. સાતમથી દશમ દરમ્યાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટે છે.
છપ્પનિયા દુકાળનાં સમયથી દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ભાઇ જ્ઞાતિનાં લોકો દ્વારા ઉજવાતા મેઘરાજાનાં ઉત્સવને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.માટીની મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી તેનેસાજ શણગાર સાથે વાઘા પહેરાવી સજ્જ કરાઇ છે.
દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા હેઠળ મેઘરાજા (જળ દેવતા) ની માટીની પ્રતિમા અષાઢી અમાસ (દિવાસા) એ સ્થાપિત કરવામાં આવી છે.
ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થશે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવાય છે. જોકે ગત વર્ષે કોરોના મહામારીમાં પેહલી વખત અઢી સદીથી ઉજવાતો મેઘરાજાનો ભાતિગળ મેળો બંધ રહ્યો હતો. આ વર્ષે પણ કોરોનાને લઈ મેળો યોજાવાની મનાઈ ફરમાવાઈ છે.
છપ્પનીયા દુકાળ સાથે જોડાયેલી મેઘરાજાની દંતકથા
ભરૂચ શહેરમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ભોઇ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિનકાળની દંતકથા વર્ણાવેલી છે. આ દંતકથા મુજબ પ્રાચિનકાળમાં યાદવવંશની ભોઇજાતિ (જાદવ જ્ઞાતિ) ફૂરજા બંદરે દરિયા કિનારે માલસામાનની ઉત્તર – ચઢાવ કરતી હતી. તેઓ નિરંતર જળદેવ સાથે સહવાસથી જળદેવની આરાધના કરતા હતાં. જળાધિદેવ મેઘરાજાના પૂજન માટે તેઓની શ્રધ્ધા હતી.
250 વર્ષથી ઉજવાય છે મેઘરાજાનો ઉત્સવ
આ દંતકથામાં છપ્પનિયા દુષ્કાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજે 250 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પૂજન કરાયુ હતું. જો જળદેવતા પૃથ્વી ઉપર મહેરબાન નહિ થાય તો ભાઇ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળદેવતાએ અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે. અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમુહ વચ્ચે શ્રધ્ધા અને ભકિતરૂપે ઉજવવામાં આવે છે. આ મેળો ‘મેઘમેળો’ કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે. તેની પુર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની ભવ્ય શોભાયાત્રા કાઢી પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી કરવામાં આવે છે.
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાનો બેનમુન નમુનો
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાના બેનમુન સુંદર નમુના રૂપ અજોડ છે. આશરે સાડાપાંચ ફુટ ઉંચી અને ચાર થી ત્રણ ફુટની પહોળાઇથી માનવ આકતિમાં મૂર્તિને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ પગના ઘુંટણ પર મુકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે. મેઘરાજાની પ્રતિમાંની વિશેષતા છે કે દરેક વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમાં તૈયાર કરાતી હોવા છતાં તેની મુખાકતિમાં કોઇ ફરક આવતો નથી તે તેનુ મહત્વ છે.
દેશમાં એકમાત્ર ભરૂચમાં ઉજવાઇ છે મેઘરાજાનો ઉત્સવ
મેઘરાજાની પ્રતિમાને સુંદર અભુષણોથી સુશોભિત કરવામાં આવે છે. મૂર્તિના માથા પર ફેણીદાર નાગ ગોળ પાઘડી ફરતે વીટળાયેલ હોય છે. આશ્ચર્યની વાત એ છે કે અસલ કારીગરોનું હાલ અસ્તિત્વ ન હોવા છતાં નવયુવાન કારીગરોથી પણ પ્રતિ વર્ષ મુખાકતિ એક જ પ્રકારની અને એકજ ભાવદર્શક ઉદભવે છે.
આ પણ વાંચો : Bharuch : વિરામ બાદ ફરી મેઘસવારી આવી પહોંચી , ધરતીપુત્રોએ રાહત અનુભવી
આ પણ વાંચો : Gujarat : આવ રે વરસાદ !!! ડાંગ, ભરૂચ અને વડોદરામાં ઝરમર વરસાદ નોંધાયો
Published On - 6:53 pm, Mon, 30 August 21