Weather Update: આગામી બે દિવસ ભારે વરસાદ, 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

|

Sep 15, 2022 | 3:23 PM

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર  (Gandhinagar) અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલું જ નહીં વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.  છેલ્લા અઠવાડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે અને નદી નાળા તથા ડેમ છલકાઈ ગયા છે.

Weather Update: આગામી બે દિવસ ભારે વરસાદ, 40 કિ.મીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
રાજ્યમાં વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી

Follow us on

હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી બે દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી (Heavy Rain) કરવામાં આવી છે તેમજ વરસાદ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ ફરી ગુજરાતને મેઘો ઘમરોળી શકે છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર  (Gandhinagar) અને વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલું જ નહીં વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે અને નદી નાળા તથા ડેમ છલકાઈ ગયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

દરમિયાન  રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ગુજરાતમાં સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે અને  રાજ્યના વિવિધ ડેમ છલકાઈ ગયા છે. મોટાભાગના જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભરૂચમાં (Bharuch) સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે તો રાજકોટ જિલ્લાના જેતપુર (jetpur) અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણી ભરાયા હતા.

રાજ્યના ડેમ ઓવરફલો

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1 જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઈના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે. ડેમ છલકાઈ જતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. ગત રોજ ડેમ ભરાઈ જતા તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ પાણીની આવકમાં સતત વધારો થતા ડેમના 18 દરવાજા 5  ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે. મહત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

Next Article