સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, કિસાન કોંગ્રેસની ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માંગ

સૌરાષ્ટ્ર પંથકમાં પાછલા 15 દિવસથી અવિરત ખાબકી રહેલા વરસાદને પગલે ખેતરો તરબોળ થઈ ગયા છે. જેના પગલે ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય ચુકવે તેવી માગણી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 9:06 AM

ગુજરાતમાં( Gujarat)સતત વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતો(Farmers)હવે ચિંતામાં મુકાયો છે. જેમા સૌરાષ્ટ્ર(Saurashtra)પંથકમાં પાછલા 15 દિવસથી અવિરત ખાબકી રહેલા વરસાદને(Rain)પગલે ખેતરો તરબોળ થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે.

જેમાં ખેતરોમાં સતત પાણી ભરાયેલા રહેતા પાકના મૂળિયા બળી ગયા છે. જેના પગલે પાકને(Crop) ઉતારો ઓછો આવવાની ભીતિ છે. આ સ્થિતિમાં ખેડૂતોને મોટો ફટકો પડી શકે છે. ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ(Pal Ambaliya)   સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય ચુકવે તેવી માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે ચોમાસામાં સિઝનનો પાછોતરો વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. મોટાભાગે જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન ધોધમાર વરસાદ પડતો હોય છે. પરંતુ આ વર્ષે ઉલટું જોવા મળ્યું છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસથી જ રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં આ વખતે સપ્ટેમ્બરમાં રેકોર્ડબ્રેક 16 ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યારસુધી રાજ્યમાં 90 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઇંચ એટલે કે 52 ટકા વરસાદ વરસ્યો છે. આ વખતે જૂન, જૂલાઇ અને ઓગસ્ટ એમ ત્રણ મહિના સુધી માત્ર 14.49 ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 113 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 33.6 ઇંચ જેટલો વરસાદ પડે છે.

આ પણ વાંચો : રાજકોટના ભાદર-1 ડેમના ઓવરફ્લોનો આકાશી નજારો સામે આવ્યો, જુઓ વિડીયો

આ પણ વાંચો : ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની 17 ટીમ તૈનાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">