AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓખામાં ભારતીય તટરક્ષક દળ દ્વારા મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

Maritime search and rescue workshop : માછીમાર સમુદાય અને દરિયાખેડૂઓમાં સલામતીના વિવિધ માપદંડો અંગે અને દરિયામાં ફસાયેલા લોકોને સહાય કરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓખામાં ભારતીય તટરક્ષક દળ દ્વારા મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
Maritime search and rescue workshop organized by Indian Coast Guard in Okha
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 6:09 PM
Share

DEVBHUMI DWARAKA : ભારતીય તટરક્ષક દળના જિલ્લા હેડક્વાર્ટર્સ નંબર 15, ઓખા ખાતે 19 ઑગસ્ટ 2021ના રોજ મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ (Maritime search and rescue workshop – MSAR 21) નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાપક તૈયારીઓ માટે વિવિધ પહેલના અમલ, ક્ષમતા નિર્માણ, વિવિધ હિતધારકોમાં વધુ સારા સંકલન અને સહયોગ માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શએન.ડી. ભેતરિયા આ કાર્યક્રમમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય નૌસેના, રાજ્ય પ્રશાસન, માછીમારી સમુદાયના પ્રતિનિધિઓ, ભારતીય રાષ્ટ્રીય માહિતી સેવા કેન્દ્ર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને VTMS ઓખાએ પણ આ વર્કશોપમાં ભાગ લીધો હતો.

ભારતીય તટરક્ષક દળ (ICG) ભારતીય સર્ચ અને રેસ્ક્યૂ પ્રદેશ (ISRR)માં મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ (M-SAR) માટે નોડલ એજન્સી છે. આવા વર્કશોપ રાષ્ટ્રીય M-SAR મેન્યૂઅલની જોગવાઇઓ અંતર્ગત યોજવામાં આવે છે અને ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક રાષ્ટ્રીય M-SAR બોર્ડના ચેરમેન છે.

મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ વર્કશોપ (Maritime search and rescue workshop – MSAR 21) માછીમાર સમુદાય અને દરિયાખેડૂઓમાં સલામતીના વિવિધ માપદંડો અંગે અને દરિયામાં ફસાયેલા લોકોને સહાય કરવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત, “SARમાં ટેકનિકલ આવિષ્કાર, સ્વાયત્ત જહાજોનો ઉપયોગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેટેલાઇટ SAR ટેકનોલોજીમાં ટ્રેન્ડ્સ” અંગે એક પ્રેઝન્ટેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Maritime search and rescue workshop organized by Indian Coast Guard in Okha (1)

ભારતીય તટરક્ષક દળ દ્વારા આ પહેલા પણ એક વર્કશોપનું આયોજન કરવામાં અવ્યી હતું. રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાન (NOSDCP)ને અનુરૂપ પોરબંદર ખાતે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1 દ્વારા પોરબંદર ખાતે 09 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2021 દરમિયાન જિલ્લા સ્તરે પ્રદૂષણ પ્રતિક્રિયા વર્કશોપ અને મોક ડ્રીલ- 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓઇલ પ્રદૂષણની ઘટનાઓ માટે પ્રતિક્રિયા વ્યવસ્થાતંત્રની પુનઃચકાસણી માટે તેમજ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાનને વધુ શ્રેષ્ઠ કરવા માટે ભારતીય તટરક્ષક દળને સમર્થ બનાવવાના ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું હતું.

તબક્કા-1 દરમિયાન, ભારતીય તટરક્ષક દળ અને હિતધારકો દ્વારા વિવિધ લેક્ચર્સ અને પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારપછી પોરબંદર નજીક ઓઇલના ટેન્કરમાંથી ઓઇલ ઢોળવાની ટેબલ-ટોપ કવાયત હાથ ધરવામાં આવી હતી.

તબક્કા-II દરમિયાન, ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પાવક દ્વારા સમુદ્ર/નદી બૂમ, સાઇડ સ્વેપિંગ આર્મ્સ, સ્કિમર્સ અને સ્પિલ સ્પ્રે આર્મની કામગીરી તેમજ ઓઇલ સ્પિલના નિયંત્રણ, રિકવરી અને તેને અટકાવવા માટેની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં સત્તા પલટાની અસર ડ્રાયફ્રૂટ્સ બજારો પર, અમદાવાદમાં ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 30 ટકાનો વધારો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">