Gujarat Weather: સાંજ પડતાં જ ગુજરાતના આ શહેરો થઈ જશે ઠંડાગાર, જાણો તમારા શહેરનું હવામાન

|

Nov 29, 2022 | 6:45 AM

સાંજ પડતા જ મોટા ભાગના જિલ્લામાં ઠંડક (Cold) વર્તાવા લાગશે. તેમજ ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે અમદાવાદ, મોરબી,ભરૂચ, ગાંધીનગર જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે અને તેના કારણે ઠંડી વધી પડશે.

Gujarat Weather: સાંજ પડતાં જ ગુજરાતના આ શહેરો થઈ જશે ઠંડાગાર, જાણો તમારા શહેરનું હવામાન
Gujarat Weather

Follow us on

રાજયમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે ત્યારે દિવસ દરમિયાન હૂંફાળું વાતાવરણ અનુભવાય છે તેમજ ઠંડા પવનો ફૂંકાવાને કારણે હવે દિવસે ઘરમાં પંખાની જરૂરિયાત અનુભવાતી નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક શહેરોમાં રાત્રિના સમયે તાપામાન 18 ડિગ્રી થઈ જશે જેના કારણે તો સાંજ પડતા જ મોટા ભાગના જિલ્લામાં ઠંડક વર્તાવા લાગશે. તેમજ ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે અમદાવાદ, મોરબી,ભરૂચ, ગાંધીનગર જિલ્લામાં રાત્રિના તાપમાનનો પારો 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે અને તેના કારણે ઠંડી વધી પડશે. હવે સાંજે બહાર જાવ તો ગરમ વસ્ત્રો જરૂર સાથે રાખવા પડશે, કારણ કે સાંજ પડતાં જ ઘણા શહેરોમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ જાય છે.

અમદાવાદીઓ સાંજ પડતા અનુભવશે ઠંડી

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે.

દ્વારકા અને ગાંધીનગરમાં સાંજથી ફરી વળશે ઠંડી

દાહોદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 22 ડ઼િગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 37 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

Next Article