Dwarka: મંદિરના દ્વાર બંધ પરંતુ સુરક્ષા વધારવામાં આવી

|

Mar 26, 2021 | 11:11 PM

પવિત્ર યાત્રાધામ દ્વારકાનગરીમાં જગતમંદિરમાં દ્વારકા(dwarka)માં ફાગણી પુનમના ફૂલડોલ(phooldol) ઉત્સવ ઉજવાય છે. હોળી(holi)ના આ રંગોના પર્વમાં ભગવાન સાથે ભકતો ઉત્સવ ઉજવીને ભકિતના રંગમાં રંગાય છે.

Dwarka: મંદિરના દ્વાર બંધ પરંતુ સુરક્ષા વધારવામાં આવી

Follow us on

પવિત્ર યાત્રાધામ દ્વારકાનગરીમાં જગતમંદિરમાં દ્વારકા(dwarka)માં ફાગણી પુનમના ફૂલડોલ(phooldol) ઉત્સવ ઉજવાય છે. હોળી(holi)ના આ રંગોના પર્વમાં ભગવાન સાથે ભકતો ઉત્સવ ઉજવીને ભકિતના રંગમાં રંગાય છે. પરંતુ આ વખતે કોરોનાની સ્થિતીને ધ્યાનેમાં લેતા તંત્ર દ્વારા ત્રણ દિવસ માટે ભકતોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 27, 28 અને 29 માર્ચના 2021 એમ ત્રણ દિવસ ભકતોને મંદિરમાં પ્રવેશ મળી શકશે નહીં. દર વર્ષો લાખોની સંખ્યામાં ભકતો ફૂલડોલ ઉત્સવ માટે દ્વારકા આવતા હોય છે.

 

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પરંતુ આ વખતે મંદિરના દ્વાર ભકતો માટે બંધ રહેશે. તે માટેની તંત્ર દ્વારા સુરક્ષા વધારવામાં આવી છે. ફૂલડોલ દરમિયાન ત્રણ દિવસ મંદિર ભકતો માટે બંધ રહેવાનુ તંત્ર દ્વારા અગાઉથી જાહેર કરતા શુક્રવાર સુધીમાં આશરે અડધા લાખથી વધુ લોકો પગપાળા યાત્રા કરીને ભગવાન દ્વારકાધીશજીના દર્શન કર્યા. દ્વારકાધીશ મંદિરમાં દર વખતે ભીડ થાય ત્યારે સુરક્ષા વધારવામાં આવે છે. પરંતુ આ વખતે ભીડ ના થાય તે માટે ખાસ સુરક્ષા વધારવામાં આવી છે. દ્વારકાધીશ મંદિર તેમજ ટાઉનમાં 2 ડી.વાય.એસ.પી ,3 પી.આઈ,10 પી.એસ.આઈ સહિત 250 જેટલા સુરક્ષા જવાનો પોતાની ફરજ નિભાવશે.

 

તેમજ 100 પોલીસ જવાનો અને 100 જેટલા ગ્રામ્ય રક્ષક દળના જવાનો સુરક્ષા ફરજ બજાવશે. આ ઉપરાંત મંદિરની આસપાસ ભીડ ના થાય તે માટે હાલથી બેરીકેટ અને રેલિંગ મુકવામાં આવી છે. મંદિરમાં પરંપરાગત ફૂલડોલ ઉત્સવ સાદગીપુર્વક પુજારી પરીવાર અને મંદિર ટ્રસ્ટ તેમજ વ્યવસ્થાપક સમિતી દ્વારા ઉજવાશે. દ્વારકા શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર પોલીસ જવાનો તૈનાત કરાશે.

 

ચેકપોસ્ટ પર સુરક્ષા જવાનો વધારે મુકીને બહારથી પ્રવાસીઓને મંદિર બંધ હોવાથી પરત જવા અપીલ કરાશે. સાથે જ શહેરના મંદિર તરફના આંતરીક માર્ગો માટે ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે. ત્રણ દિવસ તહેવાર દરમિયાન મંદિર બંધ રહેતા ત્યારબાદના દિવસોમાં પણ વધુ સંખ્યામાં ભકતો દ્વારકા આવે તેનુ અનુમાન છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા આગામી થોડા દિવસો સુધી દ્વારકામાં રાખવામાં આવશે.

 

 

 

આ પણ વાંચો: Ministry of Tribal Affairs Mega Plan, શિક્ષકોની પુન:સ્થાપનાથી એકલવ્ય શાળાઓનું સ્વરૂપ બદલાશે

Next Article