Dwarka : શિવરાજપુર બીચનું 100 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન હાથ ધરાશે: સીએમ રૂપાણી

|

Jul 22, 2021 | 1:14 PM

શિવરાજપુર બીચ ગોવાના બીચને ટક્કર આપશે.સીએમ રૂપાણીએ દ્વારકાના શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી અને બ્લુ સી થી ઓળખાતા 3 કિમી દરિયા કિનારાના વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

દ્વારકા( Dwarka) ના શિવરાજપુર બીચનું 100 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન હાથ ધરાશે તેમ સીએમ રૂપાણી( CM Rupani )એ બીચની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે શિવરાજપુર બીચ ગોવાના બીચને ટક્કર આપશે.સીએમ રૂપાણીએ દ્વારકાના શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી અને બ્લુ સી થી ઓળખાતા 3 કિમી દરિયા કિનારાના વિકાસલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે સીએમ રૂપાણીએ દાવો કર્યો કે શિવરાજપુરનો બીચ ગોવાને ટક્કર મારશે. પરંતુ અહીં દારૂબંધીનો કડક અમલ થશે..

તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી અને દ્વારકાધીશના દર્શન કર્યા હતા સાથે જ તેઓ દ્રારકાધીશને નવી ધજા પણ ચઢાવી હતી.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વીજળી પડવાને પગલે ધજા ખંડિત થઇ હતી.આ ઘટના બાદ મુખ્યપ્રધાને ધજા ચઢાવવાનો સંકલ્પ કર્યો હતો.

આ પણ વાંચો : Olympics ની ઓપનિંગ સેરેમની પહેલા મેડલ જીતવા ભારતીયોની Tokyo માં પ્રેક્ટિસ

આ પણ વાંચો : દેવી-દેવતાઓને સમર્પિત છે સપ્તાહનો દરેક દિવસ, જાણો ક્યા દિવસે કયું કાર્ય કરવું રહેશે શુભ ?

Published On - 1:03 pm, Thu, 22 July 21

Next Video