Dwarka : લમ્પી વાયરસનો જિલ્લામાં ઝડપી પગ પેસારો, પશુઓને વેક્સિન આપવાનો કામગીરી શરૂ

|

Jun 02, 2022 | 11:01 PM

દ્વારકામાં(Dwarka) અત્યાર સુધીમાં 4 હજાર જેટલા પશુઓને વેક્સીન અપાઈ ચુકી છે અને 465 પશુઓની સારવાર કરવામાં આવી હોવાનો દાવો પ્રશાસને કર્યો છે જ્યારે ખંભાળિયા માં પણ લમ્પી વાયરસ ગાયો માં જોવા મળ્યો છે તેમજ કલ્યાણપુર અને ભાણવડ તાલુકાનાં પશુઓમાં લમ્પી વાયરસ હજી સુધી દેખાયો નથી.

Dwarka : લમ્પી વાયરસનો જિલ્લામાં ઝડપી પગ પેસારો, પશુઓને વેક્સિન આપવાનો કામગીરી શરૂ
Lumpy Virus
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લામાં લમ્પી વાયરસ(Lumpy virus)ઝડપથી પગ પસારો કરી રહ્યા છે ત્યારે પશુપાલકોની (Pastoralists) ચિંતામાં વધારો થયો છે તો બીજી બાજુ પ્રશાસન અને સામાજિક સંસ્થા દ્વારા ગાયો અને પશુઓને વૅક્સીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા, અને કલ્યાણપુર, ભાણવડ, મળીને કુલ ચાર તાલુકા આવેલા છે જેમાં ખંભાળીયા અને દ્વારકા તાલુકામાં લમ્પી વાયરસ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે ગાયો અને ભેંસો માં લમ્પી વાયરસની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે જેથી દ્વારકામાં પ્રશાસન દ્વારા લમ્પી વાયરસની ગતિને અટકાવવા માટે પશુઓને વેક્સીન આપવાની છેલ્લા કેટલાક દિવસથી કવાયત શરૂ કરી દેવાઈ છે.

કલ્યાણપુર અને ભાણવડ તાલુકાનાં પશુઓમાં લમ્પી વાયરસ હજી સુધી દેખાયો નથી

જોકે દ્વારકામાં અત્યાર સુધીમાં 4 હજાર જેટલા પશુઓને વેક્સીન અપાઈ ચુકી છે અને 465 પશુઓની સારવાર કરવામાં આવી હોવાનો દાવો પ્રશાસને કર્યો છે જ્યારે ખંભાળિયા માં પણ લમ્પી વાયરસ ગાયો માં જોવા મળ્યો છે તેમજ કલ્યાણપુર અને ભાણવડ તાલુકાનાં પશુઓમાં લમ્પી વાયરસ હજી સુધી દેખાયો નથી. ખંભાળિયા ખાતે વ્રજ ફાઉન્ડેશન અને એનિમલ કેર ગ્રુપ દ્વારા સ્વ ખર્ચ ગયો ની રસી મંગાવીને પશુઓ માટે છેલ્લા 15 દિવસથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવી છે જેમાં સંસ્થાના કાર્યકરોએ અત્યારે સુધીમાં 1600 થી વધુ ગયો ને વેક્સીન આપી દેવાઇ છે જ્યારે ખંભાળિયા તાલુકાના સીમણી કાલાવડમાં પશુઓ માં રોગચાળો દેખાતા પ્રશાસન દ્વારા 188 જેટલી ગાયો ની સારવાર કરવામાં આવી છે ત્યારે લમ્પી વાયરસને લઇને પશુપાલકો ની ચિંતામાં વધારો થયો છે.

જોકે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ થી 40 જેટલા પશુઓના મોત નીપજ્યું છે મહત્વનું એ છે કે બંને જિલ્લામાં લમ્પી વાયરસ નિયંત્રણમાં લેવામાં નઈ આવે તો કોરોના વાયરસની જેમ અન્ય જિલ્લામાં પણ પશુઓમાં લમ્પી વાયરસ ઝડપથી ફેલાઇ શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

(With Input, Jay Goswami Dwarka) 

Published On - 10:57 pm, Thu, 2 June 22

Next Article