AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhumi Dwarka: જગત મંદિર પાસે જ જામ્યુ આખલાનું યુદ્ધ, ધ્વજા લઇને જઇ રહેલા ભક્તોને જ અડફેટે લીધા, જુઓ વીડિયો

યાત્રાધામ દ્વારકામાં (Dwarka) આખલાનો આતંક સામે આવ્યો છે. રસ્તા પર બાખડેલા બે આખલાએ અનેક લોકોને ઝપેટમાં લઈ લીધા હતા. શનિવારે ઘટેલી આ ઘટનાનો વીડિયો અત્યારે સામે આવ્યો છે.

Devbhumi Dwarka: જગત મંદિર પાસે જ જામ્યુ આખલાનું યુદ્ધ, ધ્વજા લઇને જઇ રહેલા ભક્તોને જ અડફેટે લીધા, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકામાં આખલા યુદ્ધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 12:32 PM
Share

ગુજરાતમાં (Gujarat) મોટા શહેરોમાં આખલાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એકવાર દેવભૂમિ દ્વારકાના (Devbhumi Dwarka) આખલાના આતંકનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બે આખલા સીધા ફુલેકામાં જ ઘુસી જતા દેખાય છે. દ્વારકાધીશની ધ્વજા લઇને જઇ રહેલા લોકોને જ આખલાએ અડફેટે લીધા હતા. એટલુ જ નહીં યુદ્ધે ચઢેલા આ આખલાએ અનેક લોકોને અડફેટે લીધા હતા. આખલાઓને (bull fight ) યુદ્ધે ચઢેલા જોઇને લોકોમાં નાસભાગ પણ મચી ગઇ હતી.

ભક્તોને જ આખલાએ લીધા અડફેટે

યાત્રાધામ દ્વારકામાં આખલાનો આતંક સામે આવ્યો છે. રસ્તા પર બાખડેલા બે આખલાએ અનેક લોકોને ઝપેટમાં લઈ લીધા હતા. શનિવારે ઘટેલી આ ઘટનાનો વીડિયો અત્યારે સામે આવ્યો છે. જેમાં બે આખલા વચ્ચે જામેલું યુદ્ધ અને લોકોની ભાગમભાગ જોઈ શકાય છે. શનિવારે દ્વારકામાં હજારો સંખ્યામાં રબારી સમાજના લોકો દ્વારકાધીશની ધજા લઈને ધામધૂમથી જગત મંદિરે જઈ રહ્યા હતા. ઈસ્કોન મંદિર પહોંચતા જ કકરાસકુંડ પાસે બે આખલાનું યુદ્ધ જામતા ફુલેકામાં દોડધામ મચી ગઈ હતી. ફુલેકામાં આવેલા લોકોએ બચવા માટે દોડાદોડી કરી હતી. છતાં અનેક લોકોને આખલાએ ઝપેટમાં લઈ લીધા હતા. લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.

મહત્વનું છે કે દ્વારકા દેશનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં દરરોજ હજારો લોકો આવતા હોય છે. તેમ છતાં તંત્ર તરફથી સુરક્ષાનું ધ્યાન રાખવામાં ન આવતું હોય તેમ લાગી રહ્યું છે. જો આવી જ રીતે આખલાઓ બાખડતા હોય તો યાત્રાળુઓની સુરક્ષાનું શું? તે એક મોટો સવાલ છે. હાલમાં તો આ ઘટનામાં કોઇ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. જો કે આખલાના આતંકના પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

રાજકોટના જેતપુરમાં પણ આખલાનો આતંક

તો બીજી તરફ રાજકોટના જેતપુરના બસ સ્ટેન્ડ રોડ પર પણ આખલાનો આતંક જોવા મળ્યો. બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત પાસે બે આખલા વચ્ચે યુદ્ધ જોવા મળ્યુ. બંને આખલા વચ્ચે રોડ પર જ બાખડ્યા હતા. જે પછી સ્થાનિકોએ આખલાઓને ભગાડવા પાડ્યા હતા.

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
g clip-path="url(#clip0_868_265)">