દેવભૂમિ દ્વારકા: વટસાવિત્રી પૂનમે દ્વારિકાધીશના વિશેષ સ્નાન દર્શનનો લાભ લઈ ભક્તજનો થયા કૃતાર્થ

|

Jun 14, 2022 | 12:47 PM

આજે વટસાવિત્રીની વ્રતની પૂનમ છે ત્યારે દ્વારિકાધીશ (Dwarka)મંદિર ખાતે ભગવાન દ્વારિકાધીશને ખુલ્લા પડદાનું વિશેષ સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.

દેવભૂમિ દ્વારકા: વટસાવિત્રી પૂનમે દ્વારિકાધીશના વિશેષ સ્નાન દર્શનનો લાભ લઈ ભક્તજનો થયા કૃતાર્થ
Devbhoomi Dwarka: Vatsavitri Poonam Dwarikadhish's Darshan

Follow us on

દેવભૂમિ દ્વારકાના (Devbhoomi Dwarka)જગત મંદિર ખાતે  જેઠ મહિનાની પૂનમનું   આગવું મહત્વ છે. ત્યારે આજે ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાન (Jagat mandir)દ્વારિકાધીશે ‘ખુલ્લા પડદે સ્નાન’ કરાવવામાં આવ્યું હતુ અને આ જ્યેષ્ઠા અભિષેકના દર્શન માટે ભક્તજનો ઉમટી પડ્યા હતા.આજે વટસાવિત્રીની વ્રતની પૂનમ છે ત્યારે દ્વારિકાધીશ  મંદિર ખાતે ભગવાન દ્વારિકાધીશને ખુલ્લા પડદાનું વિશેષ સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.

સામાન્ય રીતે દેવભૂમિ દ્વારકામાં પૂનમ ભરવા માટે ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે આજે જેઠ મહિનાની વિશેષ પૂનમ હોવાથી અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને ભગવાનના સ્નાન દર્શનનો લ્હાવો લીધો હતો.

ખાસ છે જ્યેષ્ઠા અભિષેકના આ દર્શન

દેવભૂમિ દ્વારકા ખાતે આજે દ્વારિકાધીશને વિશેષ સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ વિધીમાં દ્વારકાની પૌરાણિક વાવમાંથી પૂજારી પરિવારની મહિલાઓ અને પૂરૂષો પાણી લઇને આવે છે. આ પાણીથી સંધ્યા સમયે ભગવાનને સ્નાન કરાવી જળયાત્રા કરાવવામાં આવશે. આજે સવારે પણ આ રીતનું પ્રથમ સ્નાન સંપન્ન થયું હતું, જેમાં મંદિરની વેબસાઇટ દ્વારા દેશવિદેશના લાખો શ્રદ્ધાળુઓએ આ દર્શન કર્યા હતા. જ્યારે આજે સાંજે પણ ભગવાનને ‘ખુલ્લા પડદે સ્નાન વિધી’ કરાવવામાં આવશે. આ દર્શન કરવા માટે જગત મંદિર ખાતે વિવિધ સ્થળેથી લોકો ઉમટી પડ્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

મંદિર તંત્ર દ્વારા દર્શન કરવા માટે વિશેષ વ્યવસ્થા

આ પ્રકારના દર્શન વર્ષમાં બે જ વાર થતા હોય છે જન્માષ્ટમીના તહેવારમાં તેમજ આજે જેઠ મહિનાની પૂનમ નિમિત્તે  મંદિરમાં  ‘ખુલ્લા પડદાના વિશેષ દર્શન’ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ત્યારે મંદિર તંત્ર દ્વારા લોકોને વ્યવસ્થિત રીતે દર્શન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એક તરફ હાઇ એલર્ટને પગલે મંદિરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે તો ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે બ્લોક સિસ્ટમ અપનાવી લિમિટેડ લોકો દર્શન કરી બહાર આવે અને અંદર જાય તેવી વ્યવસ્થાઓ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વરસાદને  પગલે યાત્રિકોને મુશ્કેલી

દેવભૂમિ દ્વારકામાં ચોમાસાને  પગલે વરસાદ વરસ્યો હતો. તેને પરિણામે  દ્વારકાના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. એક તરફ પ્રવાસીઓ આ વાતાવરણને જોઈને ખુશ થઈ ગયા હતા. તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પણ  કરવો પડયો હતો.

Published On - 12:45 pm, Tue, 14 June 22

Next Article