Devbhoomi Dwarka: મરીન ઈન્સ્ટિટ્યુટની બોગસ ડિગ્રીના કેસમાં SOGએ વધુ બે આરોપીને ઝડપી પાડ્યા

|

May 12, 2022 | 5:16 PM

દેવભૂમિદ્વારકાના મુખ્ય મથક ખંભાળિયાથી મરીન ઈન્સ્ટિટ્યૂટના નામે બોગસ ડિગ્રી સર્ટિફેકિટ બનાવવાના કેસમાં વધુ બે આરોપી ઝડપાયા છે. SOGની ટીમે બાતમીના આધારે અગાઉ 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

Devbhoomi Dwarka: મરીન ઈન્સ્ટિટ્યુટની બોગસ ડિગ્રીના કેસમાં SOGએ વધુ બે આરોપીને ઝડપી પાડ્યા
Devbhoomi Dwarka SOG nabs two more accused in Marine Institute

Follow us on

દેવભૂમિદ્વારકાના (Devbhoomi Dwarka) મુખ્ય મથક ખંભાળિયાથી મરીન ઈન્સ્ટિટ્યૂટના નામે બોગસ ડિગ્રી સર્ટિફેકિટ બનાવવાના કેસમાં વધુ બે આરોપી ઝડપાયા છે. SOGની ટીમે બાતમીના આધારે અગાઉ 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. SOGની તપાસમાં અત્યાર સુધીમાં 28 વ્યક્તિઓએ બોગસ સર્ટિફિકેટ (Bogus certificate) બનાવ્યાનું સામે આવ્યું છે. જેના થકી અલગ-અલગ બોટ, ટગમાં ઉંચા પગારની નોકરી મેળવતા હોવાનો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી બિહારના પટનાનો અમિત કુમાર ફરાર છે. આ સર્ટિફિકેટ માટે અમિત કુમારને 22 હજારથી લઈને 80 હજાર સુધીની રકમ બેંક મારફતે ચુકવવવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં વધુ કેટલાક લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે. SOGએ કેસમાં સંકળાયેલા વધુ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ખંભાળિયામાં ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને “આત્મા” પ્રોજેકટની સયુંકત મિટિંગનું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સ્થિત જિલ્લા પંચાયત કચેરી ખાતે અહીંના જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગઈકાલે ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને “આત્મા” પ્રોજેકટની સયુંકત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્મા ખેડૂત મિત્ર અને સંયોજકોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ કઈ રીતે વધારી શકાય તે અંગે પણ વાત કરવામાં આવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ મિટિંગ અંતર્ગત જિલ્લા કલેકટર (District Collector) અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપસ્થિત અન્ય અધિકારીઓ તેમજ આત્મા ખેડૂત મિત્ર અને સંયોજકને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

Published On - 5:16 pm, Thu, 12 May 22

Next Article