Devbhoomi Dwarka: જત્રાખંડી દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત, દશનામ ગોસ્વામી સમાજે કરી આરોપીને ફાંસીની સજાની માંગણી

|

Jun 22, 2022 | 10:53 AM

કોડીનારમાં માસૂમ બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવીને મોતને ઘાટ ઉતારનારા આરોપી શામજી સોલંકીને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે (Devbhoomi Dwarka) દ્વારકાના દશનામ ગોસ્વામી સમાજે રેલી યોજીને આવેદન પત્ર પાઠવ્યું હતુ.

Devbhoomi Dwarka: જત્રાખંડી દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત, દશનામ ગોસ્વામી સમાજે કરી આરોપીને ફાંસીની સજાની માંગણી
Devbhoomi Dwarka: Dasnam Goswami Samaj demands death sentence for accused in Jatrakhandi Rape Incident

Follow us on

થોડા દિવસો અગાઉ અમરેલીના(Amreli) જત્રાખંડીમાં (Jatrakhandi)એકનરાધમે 9 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)જિલ્લામાં પણ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા રેલી આયોજિત કરવામાં આવી હતી અને દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ દ્વારા બાળકીને મોતને ઘાટ ઉતારનારા અને કુકર્મ આચરનારા નરાધમને ફાંસી થાય તેવી માંગણી કરવામાં આવી હતી. આ અંગેનું એક આવેદનપત્ર પણ પ્રાંત કચેરી ખાતે કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું.  થોડા દિવસો  અગાઉ કોડીનારમાં માસૂમ બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવીને મોતને ઘાટ ઉતારનારા આરોપી શામજી સોલંકીને  પોલીસે ગણતરીના કલાકોમાં  ઝડપી લીધો હતો.

આરોપી ઝડપાયા બાદ સતત થઈ  રહી છે ફાંસીની સજાની માંગણી

જોકે આરોપીના ઝડપાયા બાદ સતત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં થી એવી માગં થઈ રહીછે કે આ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. અગાઉ પણ જત્રાખંડી  ઘટના મુદ્દે જૂનાગઢ ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ આ ઘટનાને વખોડી હતી અને આરોપીને સજા મળે તે બાબત જણાવી હતી. તો  સૌરાષ્ટ્રમાં  મહિલાઓએ પણ રેલી કાઢીને  આરોપીને ફાંસીની સજાની માંગણી  કરી હતી.

શું હતી સમગ્ર ઘટના ?

જત્રાખંડીમાં રહેતી 9 વર્ષીય બાળકી   ગામની  બજારમાં વસ્તુ લેવા જઈ રહી હતી ત્યારે  આરોપીએ તેની પાસે બીડી માંગી હતી આરોપીએ મંગાવેલી બીડી લેવા માટે બાળકી રૂમમાં જઇને પાછી આવી ત્યારે આરોપી બાળકીના મોએ ડૂચો મારીને તેને લઈ ગયો હતો અને રૂમમાં જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું.  આટલેથી ન અટકતા  પોતાના ઝઘન્ય  કૃત્યની લોકોને જાણ ન થાય તે માટે  માસૂમ બાળકીની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. અને માસૂમ બાળકીના મૃતદેહને  કોથળામાં ભરીને  અવાવરૂ જગ્યાએ નાંખી આવ્યો હતો.  આ આરોપી  શામજી સોલંકી બે બાળકોનો પિતા છે  અને માછીમારીનો વ્યવસાય કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બાળકીના પિતા દરજીકામ કરે છે  અને મુંબઇમાં રહે છે તેમજ માતા મજૂરીકામ કરતી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ હતી.  કંઇક કામ માટે બહાર ગયેલી માતાએ  ઘરે આવીને જોયું તો બાળકી ઘરે ન હતી અને  બાળકી ઘણા સમય સુધી ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. અને બાળકીની તપાસ કરતા માતા તથા  ગ્રામજનોને   આ ઘટનાની જાણ થઈ  હતી. બાળકીના અપમૃત્યુને પગલે  તેના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો . આ ઘટનાની જાણ  બાદ પોલીસે ગણતરીના સમયમાં જ ગામના આરોપી શામજી   સોલંકીની  ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  જોકે  બાળકી પર દુષ્કર્મ ગુજારનારા આરોપી માટે બાળકીના સ્વજનો સહિત ગામના લોકો ફાંસીની સજાની માંગણી કરી રહ્યા છે.

Published On - 9:57 am, Wed, 22 June 22

Next Article