ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડુબવાથી 11 યુવકોના મોત, ભાણવડ, મહિસાગર અને ખેડામાં બની દુર્ઘટના

|

Mar 18, 2022 | 4:22 PM

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો છે. અહીં, ત્રિવેણી સંગમમાં ન્હાવા પડેલા 6 યુવકોના ડુબ્યા હોવાની આશંકા સેવાઇ રહી હતી. જેમાં પાંચ યુવકોના મોત થયાની પુષ્ટિ થઇ ગઇ છે.

દેવભૂમિ દ્વારકાના (Devbhoomi Dwarka)ભાણવડમાં (Bhanvad) ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો છે. અહીં, ત્રિવેણી સંગમમાં (Triveni Sangam)ન્હાવા પડેલા 6 યુવકોના ડુબ્યા હોવાની આશંકા સેવાઇ રહી હતી. જોકે આ દુર્ઘટનામાં 5 યુવકોના મોતની (Death) પુષ્ટિ થઇ ગઇ છે. હાલ તો નદીમાં ન્હાવા પડેલા યુવકોના મૃતદેહોને ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે. શોધખોળ ચાલું છે. અને, સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તમામ પ્રકારની બચાવ કામગીરી આરંભી દેવાઇ છે. નોંધનીય છેકે ધૂળેટી પર્વની ઉજવણી બાદ આ યુવકો નદીમાં ન્હાવા પડયા હતા. અને, આ દરમિયાન પાંચેય યુવાનોએ જિંદગીથી હાથ ધોઇ નાંખ્યા હતા. હાલ આ યુવકો કોણ છે અને કયાંના વતની છે તેની પોલીસ વિભાગ છાનબીન કરી રહી છે.

ખેડામાં બે યુવકોના ડુબી જવાથી મોત

ખેડા જિલ્લાના  ઝારોલ ગામના તળાવમાં ન્હાવા પહેલા બે યુવકના ડૂબી જવાથી મોત થયા છે. પ્રિતેશ અજીતભાઈ અને સાગર અજીતભાઈ નામના યુવકના ડૂબી જવાથી મોત થયા છે. હાલ બંનેના મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

મહીસાગરમાં ચાર યુવકોના મોત

મહીસાગરના વણાકબોરી ડેમ પાસે ચાર યુવક ડુબ્યા છે. ધુળેટીને લઇ ન્હાવા ગયેલ કઠલાલના ચાર યુવક પાણીમાં ગરકાવ થયા હતા. બે યુવકોના સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા છે. જયારે બે યુવકની હજુ પણ શોધખોળ ચાલુ છે. ઘટનાની જાણ થતાં બાલાસિનોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

 

આ પણ વાંચો : અમદાવાદમાં એક એવું મંદિર જે વર્ષમાં બે દિવસ હોળી અને ધુળેટી પર્વ પર જ ખુલે છે, જ્યાં ભક્તોની ભીડ જામે છે

આ પણ વાંચો : Surat: નરેશ પટેલના રાજકીય પાર્ટીમાં જોડાવવા બાબતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું શું આવ્યું નિવેદન

Published On - 2:32 pm, Fri, 18 March 22

Next Video