અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની 4200 ગ્રેડ પેની માગ, 21 અને 22 ડિસેમ્બરે પ્રતિક ઉપવાસની ચીમકી

અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની 4200 ગ્રેડ પેની માગ, 21 અને 22 ડિસેમ્બરે પ્રતિક ઉપવાસની ચીમકી

અમદાવાદમાં 4200 ગ્રેડ પે બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને અન્યાય થતો હોવાની ફરિયાદ ઉઠી છે. મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના શિક્ષકો 1996થી 4200ની માંગણી કરે છે. સરકારે હાલ 2012થી 4200 ગ્રેડ પે આપવાની જાહેરાત કરી છે. મહાનગરપાલિકાના 1996થી 2012 સુધી લાગેલા શિક્ષકો 4200 ગ્રેડ પેથી વંચિત છે. જે બાબતે રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે સ્કૂલ બોર્ડના […]

Utpal Patel

|

Dec 18, 2020 | 1:08 PM

અમદાવાદમાં 4200 ગ્રેડ પે બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને અન્યાય થતો હોવાની ફરિયાદ ઉઠી છે. મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના શિક્ષકો 1996થી 4200ની માંગણી કરે છે. સરકારે હાલ 2012થી 4200 ગ્રેડ પે આપવાની જાહેરાત કરી છે. મહાનગરપાલિકાના 1996થી 2012 સુધી લાગેલા શિક્ષકો 4200 ગ્રેડ પેથી વંચિત છે. જે બાબતે રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે સ્કૂલ બોર્ડના શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા માગ કરી છે. જો તેમની માગ નહી સંતોષાય તો 21 અને 22 ડિસેમ્બરના રોજ પ્રતીક ઉપવાસ અને ધરણાં કરશે. જેમાં અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત અને વડોદરા સહિતના શિક્ષકો પ્રતીક ઉપવાસ કરશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati