સુરતમાં પે એન્ડ પાર્ક કોન્ટ્રાકટમાં કશુંક રંધાયા હોવાની ચર્ચા : વિજિલન્સ તપાસની માંગ

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા દ્વારા પોતાના મળતીયા ઇજારદારને હંગામી ધોરણે ફાળવણી કરીને મહાનગર પાલિકાની આવક વધારવાના સુનિયોજિત કૌભાંડ આચરાતું હોવાની મહાનગર પાલિકા કમિશનરને ફરિયાદ કરી છે.

સુરતમાં પે એન્ડ પાર્ક કોન્ટ્રાકટમાં કશુંક રંધાયા હોવાની ચર્ચા : વિજિલન્સ તપાસની માંગ
પે એન્ડ પાર્ક સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 06, 2021 | 10:59 AM

સુરત મહાનગર પાલિકાની આવક વધારવાના કહેવાતા પ્રયાસમાં સ્થાયી સમિતિ અધ્યક્ષે સ્થાયી સમિતિની બેઠકમાં 8 સુઓમોટો દરખાસ્ત રજૂ કરીને વિવિધ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ માટેની પ્રક્રિયા પૂર્ણ થાય અથવા છ માસ આ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ઇજારદારને ફાળવવાનો નિર્ણય કરાતા વિવાદ ઉભો થયો છે. પે એન્ડ પાર્ક માટે ઓનલાઈન પ્રક્રિયા કોરાણે મૂકીને સુઓમોટો દરખાસ્ત લાવતા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા દ્વારા પોતાના મળતીયા ઇજારદારને હંગામી ધોરણે ફાળવણી કરીને મહાનગર પાલિકાની આવક વધારવાના સુનિયોજિત કૌભાંડ આચરાતું હોવાની મહાનગર પાલિકા કમિશનરને ફરિયાદ કરી છે. તેની વિજિલન્સ તપાસની પણ માંગ કરાઈ છે.

સામાન્ય રીતે કોઈપણ ટેન્ડરની અવધિ પૂર્ણ થયા બાદ નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને ત્યાં સુધી પ્રવર્તમાન ઇજારદારને વધારાના સમય સુધી અથવા નવા ટેન્ડર માટેની પ્રક્રિયા પૂર્ણ થાય તે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી કોન્ટ્રાક્ટની મુદત વધારવાની દરખાસ્ત વિભાગ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થતી હોય છે. પરંતુ સ્થાયી સમિતિની બેઠકમાં વિભાગ દ્વારા કોઇ દરખાસ્ત રજૂ કરવામાં આવી ન હતી.તેમ છતાં જે તે કોન્ટ્રાકટર પાસે પાછલા ભાવની તુલનામાં વધારો કરી આપવાનો નિર્ણય થાય ત્યાં સુધી સ્થાયી સમિતિ અધ્યક્ષે સુઓમોટો દરખાસ્ત કરીને રજૂ કરીને કર્યો હતો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

સ્થાયી અધ્યક્ષ દ્વારા રજૂ કરાયેલ દરખાસ્તને પગલે મહાનગરપાલિકાને નજીવો આર્થિક ફાયદો થયો છે. જોકે સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા કરવામાં આવેલ સુઓમોટો દરખાસ્તને કારણે મોટો વિવાદ ઉભો થયો છે. મોટાભાગના ઇજારદારોમાં આ નિર્ણયને રાજકારણ પ્રેરીત હોવાની ચર્ચા ચાલી રહી છે.

એક પદાધિકારી અને એક ધારાસભ્ય દ્વારા મોટાભાગના ઇજારેદારો સાથે થયેલ ગોઠવણના ભાગરૂપે હાલ મનપાને નજીવો આર્થિક લાભ આપી કોન્ટ્રાકટની મુદત વધારવ નો ખેલ ચાલી રહ્યો છે. વિભાગ દ્વારા મુદત વધારવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી નથી અને સ્થાયી સમિતિ ચેરમેને સુઓમોટો દરખાસ્ત મુકવાની ફરજ કેમ પડી તે તપાસનો વિષય છે.

મનપાની આવક વધારવા વિભાગને પણ પ્રવર્તમાન કોન્ટ્રાક્ટર સાથે વાતો કરીને નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાકટની મુદત લંબાવવા અંગેની દરખાસ્ત કરવા સૂચના આપી શક્યા હોત.

આ પણ વાંચો: Surat : પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ વધ્યો, 2થી 3 મહિનાનું વેઇટિંગ

આ પણ વાંચો: Surat: જો તમે મંગળવારે વેક્સિન લેવા જવાનો વિચાર કરતા હોવ તો આ સમાચાર જરૂર વાંચજો

g clip-path="url(#clip0_868_265)">