દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ 2002માં સામાજિક કાર્યકર્તા મેધા પાટકર પરના કથિત હુમલાના કેસમાં ટ્રાયલ મુલતવી રાખવા ગુજરાતની કોર્ટમાં અરજી કરી છે. જ્યાં સુધી તેઓ બંધારણીય હોદ્દો (લેફ્ટનન્ટ ગવર્નર) ન સંભાળે ત્યાં સુધી ફોજદારી ટ્રાયલ સ્થગિત રાખવા વિનંતી કરી છે. અમદાવાદમાં એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પીએન ગોસ્વામીની કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે અને કેસની આગામી સુનાવણી આગામી તા. 9 માર્ચના રોજ થશે.
મે 2022માં દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) બનેલા સક્સેના અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અમિત પી શાહ સહિત અન્ય ત્રણ સામે 21 વર્ષ જૂનો કેસમાં રમખાણો, હુમલો, ખોટી રીતે સંયમ, ગુનાહિત ધાકધમકી અને ઇરાદાપૂર્વક અપમાનના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે.
એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગોસ્વામી સમક્ષની તેમની અરજીમાં, સક્સેનાએ બંધારણની કલમ 361(1) હેઠળ લેફ્ટનન્ટ ગવર્નરને આપવામાં આવેલી ઇમ્યુનિટીને તેમની સામે ટ્રાયલ સ્થગિત રાખવા કોર્ટને પ્રાથના કરી હતી. એલજીના વકીલ અજય ચોક્સીએ જણાવ્યું કે અરજી 1 માર્ચના રોજ દાખલ કરવામાં આવી હતી.
ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અર્તગત આવેલા મેધા પાટકર પર હુમલા કેસની સુનાવણી મેટ્રોકોર્ટમાં છે. નોંધનીય છે કે,આ કેસમાં ઘટના 10 વર્ષ બાદ કેસની સુનાવણી યોજાઇ હતી. ચારેય આરોપીઓ સામે તહોમતનામું ઘડાયા બાદ 24 એપ્રિલ 2012થી ફરિયાદીની જુબાની બાદ ચાલી રહી છે. હાલના બે ધારાસભ્ય પણ તેમાં આરોપી છે. જેમાં અમિત શાહ અને અમિત ઠાકરનો સમાવેશ થાય છે.
ગેાધરાકાંડ બાદ ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવો આંદોલન અતર્ગત સ્વૈચ્છિક સંસ્થાના આમંત્રણથી આવેલા મેધા પાટકર પર 7 એપ્રિલ 2002ના રોજ આવ્યા હતા. તે સમયે તેમના પર થયેલા હુમલા અંગે સાબરમતી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. જેથી પોલીસે આરોપી રોહિત પટેલ, અમિત ઠાકર, અમિત પી શાહ સહિતના ચાર સામે ચાર્જશીટ કરી હતી. ત્યારબાદ કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં વખતો વખત મુદત પડી હતી. જેમાં અમૂક મુદતમાં મેઘા પાટકર હાજર રહ્યાં હતાં. પરંતુ કોરોના બાદ આ કેસ ચાલ્યો ન હતો. પરંતુ આજથી આ કેસની સુનાવણી મેટ્રોકોર્ટમાં છે.