Delhi Blast 2025 : દિલ્હીમાં બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ પર ! અંબાજી મંદિરની હાથ ધરાયું સઘન ચેકિંગ , જુઓ Video

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ ગુજરાત રાજ્યમાં તત્કાળ અસરથી હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ મોડ પર છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ગુજરાત-રાજસ્થાન સરહદ પર અને અન્ય સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.

Delhi Blast 2025 : દિલ્હીમાં બ્લાસ્ટ બાદ બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ પર ! અંબાજી મંદિરની હાથ ધરાયું સઘન ચેકિંગ , જુઓ Video
Banaskanth
| Edited By: | Updated on: Nov 11, 2025 | 2:27 PM

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ ગુજરાત રાજ્યમાં તત્કાળ અસરથી હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો રેડ એલર્ટ મોડ પર છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ગુજરાત-રાજસ્થાન સરહદ પર અને અન્ય સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.

બનાસકાંઠાની સરહદો પર ચોવીસ કલાક પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. તમામ ચેકપોસ્ટ પરથી પસાર થતા શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી બ્લાસ્ટની ઘટનાના અનુસંધાને રાજ્યના ડીજીપી અને રેન્જ વડાની સૂચના મુજબ આ સુરક્ષા પગલાં લેવાયા છે. બનાસકાંઠા પોલીસ સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

સુરક્ષા વ્યવસ્થા માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી. બનાસકાંઠા જિલ્લાના તમામ મુખ્ય શહેરો અને જાહેર સ્થળો, જેમ કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, અને અન્ય ભીડવાળા વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાલનપુર શહેર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા પાલનપુર રેલવે સ્ટેશન પર સમગ્ર ટીમ દ્વારા ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાના ઇન્ચાર્જ એસપી ખુદ ટ્રેનોમાં ચેકિંગ કરી રહ્યા છે અને શંકાસ્પદ લાગતા વ્યક્તિઓના આઇકાર્ડની ચકાસણી સહિતની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. શંકાસ્પદ પ્રવૃત્તિ કે વસ્તુ જણાઈ આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.

અંબાજી મંદિરની હાથ ધરાયું સઘન ચેકિંગ

વધુમાં, રાત્રિ દરમિયાન પસાર થતી વિવિધ ટ્રેનોમાં પણ અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. બસ પોર્ટ્સ પર પણ સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કરોડો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા અંબાજી ધામ ખાતે પણ સુરક્ષા વધારી દેવાઈ છે. ત્યાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જે સંભવિત જોખમોને અટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

તમામ ચેકપોસ્ટો પર પોલીસ કર્મચારીઓની તૈનાતી વધારી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને પાકિસ્તાની સરહદની નિકટતાને કારણે, આ રેડ એલર્ટની સ્થિતિ અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે. સરહદ પર, બોર્ડર પર, અને કોઈપણ અન્ય સંવેદનશીલ પોઇન્ટ પર બનાસકાંઠા પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ કોઈપણ અસામાજિક પ્રવૃત્તિને રોકવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આ વ્યાપક પગલાં લેવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો