પરંતુ રૂપિયા 225 કરોડના ખર્ચે ડીસા APMCથી લઈ બનાસ નદીના પુલ સુધી એલિવેટેડ બ્રિજ બનવા જઈ રહ્યો છે જેથી હવે ડીસાની ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત મળશે.
ડીસામાં નેશનલ હાઈવેના અકસ્માતમાં અનેક લોકોએ અત્યાર સુધી અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જ્યારે આ ધોરીમાર્ગ સાથે થરાદ, લાખણી, થરા, રાધનપુર, ધાનેરા જેવા મુખ્ય તાલુકાઓ જોડાયેલા છે. જેના કારણે વારંવાર આ તાલુકાના લોકોએ પણ ટ્રાફિકની સમસ્યા નો સામનો કરવો પડે છે.
ડીસામાં એલિવેટેડ બ્રિજ બને તે માટે અકસ્માત નિવારણ સમિતિએ પણ અનેક રજૂઆત અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ આજે ડીસાથી 4 કિમીના એલિવેટેડ બ્રિજનું ખાતમુહૂર્ત થતાં લોકોમાં આનંદ નો માહોલ છવાયો છે. મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે આજે એલિવેટેડ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
30 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ જૂની એલિવેટેડ બ્રિજની માંગણી સંતોષાતા ડીસા અને બનાસવાસીઓમાં આનંદનો માહોલ છે.