ડાંગની ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં સશક્ત અને આત્મનિર્ભર બનાવતી નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન યોજના

|

Nov 20, 2021 | 11:28 PM

NRLM in Dang : ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની NRLMયોજના અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા, વઘઇમા અને સુબિર તાલુકામા મળી કુલ 3582 મહિલા સ્વસહાય જૂથોની રચના કરવામા આવી છે.

ડાંગની ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં સશક્ત અને આત્મનિર્ભર બનાવતી નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન યોજના
National Rural Livelihood Mission

Follow us on

DANG : આત્મનિર્ભર ભારતની વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ની કલ્પનાને ચરિતાર્થ કરતા, ડાંગ જિલ્લાની ગ્રામીણ મહિલાઓએ NRLMના સથવારે સાચા અર્થમા આત્મનિર્ભર બનીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની NRLM (નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન) યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા તાલુકામા 1395, વઘઇમા 1189 અને સુબિર તાલુકામા 998 મળી કુલ 3582 મહિલા સ્વસહાય જૂથોની રચના કરવામા આવી છે.

આ જૂથો પૈકી જિલ્લામા 2806 જૂથો વિવિધ પ્રવૃતિઓ કરી રહ્યા છે. ડાંગના મહિલા સ્વસહાય જૂથો પૈકી કુલ 3185 જૂથોને સરકાર દ્વારા 319.48 લાખ રૂપિયા રિવોલ્વિંગ ફંડ તરીકે આપવામા આવ્યા છે. જ્યારે 43 જૂથોને 22 લાખ રૂપિયા સ્ટાર્ટઅપ ફંડ તરીકે અપાયા છે. સાથે સાથે જિલ્લાના 113 મંડળોને રૂ.198.45 લાખ રૂપિયા સી.આઇ.એફ. તરીકે ચૂકવવામા આવ્યા છે.

ડાંગ જિલ્લાના 3582 સ્વસહાય જૂથો પૈકી 1586 જૂથો આર્થિક પ્રવૃતિઓમા જોડાયા છે. ખેતીવાડી, પશુપાલન સાથે અહીના મહિલા સ્વસહાય જૂથોની ગ્રામીણ બહેનો દ્વારા કેન્ટીન સર્વિસ, મંડપ ડેકોરેટર્સ, કેટરીંગ, સાડી અને ભરત ગુંથણ, બ્યુટી પાર્લર, ગૃહ સુશોભનની બનાવટો, કટલરીનુ વેચાણ, વાંસની બનાવટો, ફ્લોર મીલ, અને નાગલી પાપડ સહિતની વિવિધ ચીજવસ્તુઓનુ ઉત્પાદન તથા વેચાણની પ્રવૃતિ હાથ ધરવામા આવી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગના કુશળ નેતૃત્વ હેઠળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના NRLM દ્વારા ડાંગની ગ્રામીણ મહિલાઓને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામા આવી રહી છે.

તાજેતરમા આહવા ખાતે યોજાયેલા ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ કાર્યક્રમમા પધારેલા ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પ્રદર્શિત NRLMના સ્ટોલ્સની પ્રવૃતિઓની જાત મુલાકાત લઈ, ગ્રામીણ મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો.ગ્રામ્ય નારીઓમાં રહેલા આત્મ વિશ્વાસ અને તેમની મહેનત તથા ધગશને બિરદાવી, આ મહાનુભાવોએ NRLM તથા તેની પ્રવૃતિઓ, પ્રયાસો, અને પરિણામો બદલ ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાત મહિલા આયોગના લીલાબેન અંકોલિયાના અધ્યક્ષ સ્થાને મહીસાગરના બાકોર ખાતે “આત્મનિર્ભર ગ્રામયાત્રા”નો સમાપન સમારોહ યોજાયો

આ પણ વાંચો : VADODARA : દુષ્કર્મ અને અત્મહત્યા કેસમાં રેલ્વે પોલીસે યુવતી સહિત 6 લોકોના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

Next Article