VADODARA : દુષ્કર્મ અને અત્મહત્યા કેસમાં રેલ્વે પોલીસે યુવતી સહિત 6 લોકોના ફોન જપ્ત કરી FSLમાં મોકલ્યા

રેલ્વે વિભાગના DySP બી.એસ.જાધવે ઘટનાની તપાસ અંગે કહ્યું, સંસ્થા સાથે જોડાયેલા 18 કર્મચારી અને હોદ્દેદારોની પૂછપરછ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાંના રિક્ષાવાળા, લારીવાળાઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.

| Updated on: Nov 20, 2021 | 10:34 PM

VADODARA : નવસારીની યુવતીના આપઘાત કેસમાં વડોદરા રેલ્વેના DySP બી.એસ.જાધવે મોટા ખુલાસા કર્યા છે. સમગ્ર કેસમાં યુવતીની હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસને યુવતીના શરીર પર હથિયારથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા.આ ઉપરાંત વિશેરા રિપોર્ટમાં યુવતીને કોઈ ઝેરી પદાર્થ ન અપાયા હોવા સામે આવ્યું છે.પોલીસે વધુ વિગતો આપતા કહ્યું, પીડિતાના મોબાઈલ સહિત છ લોકોના ફોન જપ્ત કરાયા છે અને સંસ્થાના કર્મચારીઓના ફોનની તપાસ માટે FSLમાં મોકલાયા છે. DySP બી.એસ.જાધવે એમ પણ કહ્યું, પૂછપરછ દરમિયાન સંસ્થાના લોકોએ કહ્યું હતું, અમે પીડિતાના મેસેજને ગંભીરતાથી લીધો નહતો.જે તે વખતે ફરિયાદ નોંધાઈ હોત તો યુવતી બચી ગઈ હતો.

રેલ્વે વિભાગના DySP બી.એસ.જાધવે ઘટનાની તપાસ અંગે કહ્યું, સંસ્થા સાથે જોડાયેલા 18 કર્મચારી અને હોદ્દેદારોની પૂછપરછ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાંના રિક્ષાવાળા, લારીવાળાઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું, પીડિતાએ બે લોકોને ફોન કર્યા હતા, પરંતુ બંને વ્યક્તિ સંસ્થાના ન હતા.આપઘાત પહેલા યુવતીએ ફોન કરી જમવાનો ઓર્ડર આપ્યો હતો..પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને જે પણ શંકાસ્પદ લાગે છે તેમની પૂછપરછ કરી રહી છે.

આ કેસમાં યુવતીની માતાનું કહેવું છે કે આત્મહત્યાના દિવસે પીડિતાએ ત્રણ લોકોને પોતાને બચાવવા માટે મેસેજ કર્યા હતા. તે ત્રણેય માંથી એક પણ વ્યક્તિએ આજ સુધી આવો મેસેજ મળ્યાનો ખુલાસો કર્યો નથી અથવા તો પીડિતાના પરિવાર સાથે સંપર્ક પણ કર્યો નથી. યુવતીએ સંસ્થાના સંજુભાઈ વૈષ્ણવી અને અવધી સહીત ત્રણ લોકોને રાત્રી દરમિયાન પોતાને બચાવવા માટે મેસેજ કર્યા હતા. આ ઘટનામાં પીડિતાની માતા એ આત્મહત્યાના બનાવને નકાર્યો છે. તેમણે ટ્રેનમાં બે સીટની વચ્ચે આત્મહત્યા બાબતે પણ શંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : VALSAD : વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ જાણકારી સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">