South Gujarat : વાંચો દક્ષિણ ગુજરાતની સવારની 5 અગત્યની ખબરો

|

Nov 03, 2022 | 7:12 AM

ફરી એકવાર ડાંગના રમતવીરોએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. Under 23 નેશનલ ચેમ્પિનશિપ 2022 માં 2 રમતવીરોએ ગોલ્ડ હાંસલ કર્યો છે. ભરૂચ જિલ્લામાં દારુની બદી ફેલાવતા વેડચ પોલીસે લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરી પાસા હેઠળ જેલ ભેગો કરી દેવાયો છે.

South Gujarat :  વાંચો દક્ષિણ ગુજરાતની સવારની 5 અગત્યની ખબરો
important news of South Gujarat

Follow us on

દક્ષિણ ગુજરાતમાં આજની આ ખબર તમારા માટે જાણવી જરૂરી ગણી શકાય તેમ છે. ફરી એકવાર ડાંગના રમતવીરોએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. Under 23 નેશનલ ચેમ્પિનશિપ 2022 માં 2 રમતવીરોએ ગોલ્ડ હાંસલ કર્યો છે. ભરૂચ જિલ્લામાં દારુની બદી ફેલાવતા વેડચ પોલીસે લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરી પાસા હેઠળ જેલ ભેગો કરી દેવાયો છે. નવસારીના ખેરગામ તાલુકાના પાણીખડક ચાર રસ્તા પર વર્ષ 2008માં બનેલા સર્કલનું નામકરણ બાદ વિવાદનો મુદ્દો બન્યું છે તોઅક્સ્માતની એક ઘટનામાં યુવાને જીવ ગુમાવ્યો છે. યુવાનને ઈજાઓ પહોંચતા હોસ્પિટલના સ્થાને ઘરે લઈ જવાતા પોલીસે તપાસ શરુ કરી છે.

ડાંગના રમતવીરોએ ગુજરાતનું નામ રોશન કર્યું

ગિરિમથક સાપુતારા ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામેલ અધ્યતન એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં તાલીમ મેળવી રહેલ બે દોડવીરોએ છતીસગઢ ખાતે રમાયેલી Under 23 નેશનલ ચેમ્પિનશિપ 2022 માં ગોલ્ડ મેડલ હાંસલ કર્યું છે. આ સિદ્ધિના પગલે ફરી વખત ડાંગના રમતવીરોએ ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું હોવાનું ગર્વ અણીભવાઈ રહ્યું છે.ગિરિમથક સાપુતારા ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ઉપક્રમે સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે દેવગઢ બારીયા એથ્લેટિક્સ લોન્ગ એન્ડ મિડલ ડિસ્ટન્સ એકેડમી દ્વારા 1લી મે 2022 થી 40 ખેલાડી યુવક યુવતીઓને તાલીમ અપાઈ રહી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

બિલાસપુર છત્તિસગઢ ખાતે Under 23 એથ્લેટિક્સ નેશનલ ચેમ્પિયન શિપમાં ભાગ્યશ્રી નવલે એ 3000 મીટર બાધા દોડ 10 મિનિટ 27 સેકન્ડ માં પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યું હતું. આ ઉપરાંત મિત્તલ ચૌધરીએ 800 મીટર દોડ (બે મિનિટ બાર સેકન્ડ માં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું. સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાડીઓને તાલીમ આપી રહેલા કોચ રીડમલસિંહ ભાટ્ટીએ જણાવ્યું હતું કે સાપુતારા લોન્ગ અને મિડલ્સ ડિસ્ટન્સ રનિંગ માટે ખુબ ઉત્તમ સ્થળ છે અહીંનું વાતાવરણ ખેલાડી ઓના જુસ્સા વધારવા ખુબ મહત્વનું ભાગ ભજવે છે.ખેલાડીઓ માટે રાજ્ય સરકારનું સ્પોર્ટ્સ ઓથોરિટી પણ સારો સપોર્ટ કરે છે સાથોસાથ સ્થાનિક તંત્રનો સહકાર સારો મળતા ખેલાડીઓ ને ઉત્સાહ માં વધારો થયો છે.

વેડચ પોલીના બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરાઈ

જંબુસર તાલુકાની વેડચ પોલીસે લિસ્ટેડ બુટલેગરની ધરપકડ કરી પાસા હેઠળ જેલ ભેગો કરી દીધો છે. વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારના કહાનવા ગામનો રોહિત હરમાનભાઈ વાઘેલા દારૂની બળી ફેલાવી રહ્યો હતો જેની વિરુદ્ધ નોંધાયેલા પ્રોહિબિશનના કેસોના આધારે વેડચ પોલીસે જિલ્લા કલેકટર સમક્ષ તેની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહીની દરખાસ્ત મૂકી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્તને મંજૂરી આપવામાં આવતા પાસા હેઠળ ધરપકડનો આદેશ અપાયો હતો. વેડચ પોલીસે રોહિત વાઘેલાની ધરપકડ કરી જૂનાગઢ ખાતે મોકલી આપ્યો છે.વેડચ પોલીસ સ્ટેશનના PSI ડી એ તુવરે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

ખેરગામમાં સર્કલનું નામકરણ બાદ વિવાદનો મુદ્દો બન્યું

ખેરગામ તાલુકાના પાણીખડક ચાર રસ્તા પર વર્ષ 2008માં બનેલા સર્કલનું નામકરણ બાદ વિવાદનો મુદ્દો બન્યું છે. ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ સહિત આદિવાસી સમાજના આગેવાનોએ આ નામકરણ મનસ્વીપણે કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખેરગામ-પીપલખેડ રોડ પર આવેલ પાણીખડક ચાર રસ્તા પર ઘણાં અકસ્માતો થતા ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા અહીં અકસ્માત રોકવા સરકારમાં રજૂઆત કરી સર્કલ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરાવી વર્ષ 2008માં સર્કલનું નિર્માણ કરાયું હતું.હાલમાં સર્કલને જોડતા રસ્તાઓનું નવિનીકરણનું કામ ચાલી રહ્યું છે અને મોટું સર્કલ બનવા તરફ જઈ રહ્યું છેત્યારે સ્થાનિકોનેને વિશ્વાસમાં લીધા વિના સર્કલનું નામકરણનું બોર્ડ મારી દેવતા વિવાદ સર્જાયો છે.

અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યો

મરોલી નજીક આવેલ સીમળગામના યુવાન સાસરેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બાઇક ગટરમાં પડતા માથાના ભાગે ઇજા થઇ હતી. જેને હોસ્પિટલમાં લઈ નહીં જતા તેનું મોત નીપજ્યું હતું.મૃતકની પત્નીએ ઘટનાની જાણ પોલીસ મથકે કરતા મરોલી પોલીસ તપાસ કરી રહી છે.મરોલી નજીક આવેલ સીમળગામમાં રોહિત ભીખાભાઈ હળપતિ (ઉ.વ. 22) પત્ની અને પરિવાર સાથે રહે છે. ગત 31મી ઓકટોબરના રોજ રોહિત હળપતિ પોતાની બાઈક લઈને જતા હતા હતા ત્યારે સીમળગામ નજીક આવેલા ચીકુવાડી જાહેર રોડ પર બાઇક સ્લીપ થઈ ગઈ હતી. ઘટનામાં રોહિત રોડની બાજુમાં આવેલી ગટરમાં પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. રોહિતને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાને ઘરે લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે.

મોરબી દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ

મોરબી દુર્ઘટના બાદ ગુજરાતમાં વિવિધ જિલ્લાના વહીવટી અને પોલીસ તંત્ર સતર્ક બન્યા છે. વિવિધ સ્થળોએ સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ તંત્ર દ્વારા સાવચેતી માટે અનેક પગલા હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં કારતકી પૂર્ણિમાએ ભારત ભાતીગળ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર એલર્ટ બન્યું છે. ગિરિમથક સાપુતારામાં પણ વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટયા છે. સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરીનાં અધિકારીઓ એલર્ટ મોડમાં આવી જઈ એડવેન્ચર એક્ટિવિટીનાં સ્થળોએ ધસી જઈ સાધનોની ચકાસણી કરી સૂચનો કર્યા હતા.

 

Next Article