આગામી લોકસભા ચૂંટણી EVM ના સ્થાને બેલેટ પેપરથી કરો : ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના

|

Feb 13, 2024 | 9:01 AM

ડાંગ  :  આદિવાસી પેટ્ટી સ્થિત ડાંગ જીલ્લાની  ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના કાર્યકરો દ્વારા ભારત દેશમાં બેલેટ પેપરથી ચુંટણી યોજવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે. આગામી લોકસભા ચૂંટણી નજીકના સમયમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં EVM ના સ્થાને બેલેટ પેપરનો ઉપયોગ કરવા માંગ કરવામાં આવી છે. 

આગામી લોકસભા ચૂંટણી EVM ના સ્થાને બેલેટ પેપરથી કરો : ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના

Follow us on

ડાંગ  :  આદિવાસી પેટ્ટી સ્થિત ડાંગ જીલ્લાની  ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના કાર્યકરો દ્વારા ભારત દેશમાં બેલેટ પેપરથી ચુંટણી યોજવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છે. આગામી લોકસભા ચૂંટણી નજીકના સમયમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં EVM ના સ્થાને બેલેટ પેપરનો ઉપયોગ કરવા માંગ કરવામાં આવી છે.

ભારતી ટ્રાઈબલ ટાઈગર સેના ડાંગ દ્વારા પ્રમુખ નિલેશ ઝાબરે ની આગેવાની હેઠળ ડાંગ કલેકટર ને આવેદનપત્ર આપતા જણાવવાનું કે, અમેરિકા, જાપાન, પાકિસ્તાન, નેઘરલેન્ડ, આયલેન્ડ જેવા દેશોમાં આજે ત્યાં લોકશાહીનાં માઘ્યમથી બેલેટ પેપરથી ચુંટણી થાય છે અને ભારતમાં લોકસભાની અને દરેક રાજયની વિધાનસભાની ચુંટણીઓ કે તમામ ચુંટણીઓ બેલેટ પેપરથી થવી જોઈએ.

ભારતથી વધુ વિકસીત અન્ય બીજા દેશમાં જો બેલેટ પેપરથી થાય છે ત્યાં ઈલેકટ્રીક વોટીંગ મશીનથી ચુંટણી થતી નથી તો તેનો અર્થ એ થાય છે કે માનવ નિર્મિત ઈલેકટ્રીક વોટીંગ મશીન ઉપર તેઓને ભરોષો નથી. આ સાથે લોકશાહી બચાવવા માટે ઈલેકટ્રીક વોટીંગ મશીનની જગ્યા ચુંટણી બેલેટ પેપરથી થાય તેવી માંગ કરાઈ છે .

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

લોકોની માંગ છે કે આવનાર લોકસભાની ચુંટણી 2024માં મશીન હટાવીને બેલેટ પેપર થી થાય એ જરૂરી હોવાનું કહેવામાં આવ્યું  છે.આ આવેદનપત્ર આપતી વેળાએ બીટીટીએસ ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 1990 ના દાયકામાં, ભારતના ઘણા વિસ્તારોમાં બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) નો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ આજે ભારતમાં સંસદીયથી લઈને મ્યુનિસિપલ ચૂંટણી સુધીની ચૂંટણીઓમાં કરવામાં આવે છે. તેમાં વ્યક્તિ ફક્ત એક જ મત આપી શકે છે જે અમાન્ય મતની શક્યતાને દૂર કરે છે.

ઇવીએમમાં ​​માઇક્રોકન્ટ્રોલર આધારિત ડિઝાઇન છે જે સુરક્ષિત અનેસરળ  મતદાન અને મતોની ગણતરી ચોક્કસ અને કાર્યક્ષમ રીતે સુનિશ્ચિત કરે છે. ઈવીએમ વર્ષો સુધી વોટિંગ ડેટા જાળવી રાખે છે જે જરૂર પડે ત્યારે રિકવર કરી શકાય છે. ભારતના ચૂંટણી પંચે 1989માં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) સાથે મળીને ઈવીએમ વિકસાવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:00 am, Tue, 13 February 24

Next Article