મેઘાનું મંડાણ : આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં વરસશે મેઘરાજા

|

Jul 31, 2022 | 8:49 AM

Gujarat Rain : દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ સામાન્ય વરસાદ રહેશે.

મેઘાનું મંડાણ : આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં વરસશે મેઘરાજા
Gujarat Rain

Follow us on

ગુજરાતમાં (Gujarat) આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની (Rain Forecast) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના (IMD)  જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની (Heavy rain) શક્યતા નહીંવત છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે કે અમદાવાદમાં (Ahmedabad) પણ સામાન્ય વરસાદ રહેશે. આ ઉપરાંત એક થી બે ડિગ્રી તાપમાન પણ વધવાની શક્યતા છે.

ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ

છોટાઉદેપુરના (Chhota Udaipur) ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રૂમડીયા ગામ નજીક દુધવાલ નદીમાં પાણીની આવક વધી છે.દુધવાલ નદીની સામે કિનારે શાળાના બાળકો ફસાયા હતા. બાળકોને ખભા ઉપર બેસાડી નદી પાર કરાવતા વીડિયો સામે આવ્યો હતો.વાલીઓ જીવના જોખમે બાળકોને લઇ જવા મજબૂર થયા હતા, ત્યારે હાલ તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સાબરકાંઠાના ઈડર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો

શનિવારે સતત બીજા દિવસે ભારે વરસાદના પગલે બડોલીની ઘઉંવાવ નદી (River) બે કાંઠે વહી રહી છે.ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી.ઈડરમાં છેલ્લા 24 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.જયારે તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો 23ઈંચ વરસાદ નોંધાયો છે.

Published On - 8:46 am, Sun, 31 July 22

Next Article