AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાંગ : વઘઈ તાલુકાના ચિકાર અને ઝાવડા ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરાયું

દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.15મી નવેમ્બરથી 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી સાથે સમસ્ત દેશમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામા આવ્યો છે. ત્યારે આદિજાતિ બહુલ વસતિ ધરાવતા ડાંગ જિલ્લામા પણ વઘઇ અને બારીપાડા ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થવા પામ્યો છે.

ડાંગ : વઘઈ તાલુકાના ચિકાર અને ઝાવડા ગામમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' નું આયોજન કરાયું
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 8:51 AM
Share

દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.15મી નવેમ્બરથી ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી સાથે સમસ્ત દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે. ત્યારે આદિજાતિ બહુલ વસતિ ધરાવતા ડાંગ જિલ્લામા પણ વઘઇ અને બારીપાડા ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થવા પામ્યો છે.

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કઢાયેલા કાર્યક્રમ અનુસાર, ડાંગ જિલ્લામાં તમામે તમામ સો પંચાયતોને આવરી લેતા બે જેટલા ‘રથ’ ના સથવારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે.

જે મુજબ તા.૧૬/૧૧/૨૦૨૩ના રોજ વઘઈ તાલુકાના ચિકાર પ્રાથમિક શાળા ખાતેથી ‘રથ નંબર-૧’ પ્રસ્થાન કરશે. આ ‘રથ’ બપોરે ૨ વાગ્યે ઝાવડા પહોચશે. જ્યાં રાત્રિ મુકામ સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે. ‘રથ ક્રમાંક-૧’ના પ્રથમ દિવસના નોડલ અધિકારી તરીકે વી.કે.ટેલરની નિયુક્તિ કરવામાં આવી છે.

તે જ રીતે ‘રથ નંબર-૨’ નું આહવા તાલુકાના મોરઝીરા સ્થિત પ્રાથમિક શાળા ખાતેથી પ્રસ્થાન કરાશે. જે બપોરે ૨ વાગ્યે ડોન ખાતે પહોચશે. જ્યાં રાત્રિ રોકાણ સાથે નિયત કાર્યક્રમો યોજાશે. ‘રથ ક્રમાંક-૨’ના પ્રથમ દિવસના કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે શ્રી વિપુલ.ડી.કુલકર્ણીની નિયુક્તિ કરવામાં આવી છે.આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માં સોંને જોડાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.

આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિ પર રાજ્યના મુખ્યાલય લખનૌ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આદિવાસી ભાગીદારી મહોત્સવ કાર્યક્રમ 15 થી 21 નવેમ્બર સુધી ચાલશે. જેમાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, જમ્મુ સહિત લગભગ 17 રાજ્યોના આદિવાસી કલાકારો અને જનપ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આદિવાસી કલાકારો હાથથી બનાવેલી વસ્તુઓ અને વાનગીઓ વગેરેને લગતા પ્રદર્શનો મૂકે છે.

આ અવસરે બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ યોજાયા હતા. મહાન સ્વાતંત્ર્ય સેનાની અને લોકનેતા ભગવાન બિરસા મુંડાના જળ, જંગલ અને જમીન બચાવવાના સંઘર્ષને યાદ કરવામાં આવે છે. સરકાર દ્વારા આદિવાસી સમાજને નવી દિશા અને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રાજકોટ વીડિયો : જેતપુરમાં ટ્રેનની અડફેટે આવતા બે લોકોના કમકમાટી ભર્યુ મોત, મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">