Dang : ઉનાળુ વેકેશનના અંતિમ દિવસોમાં સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો વધ્યો, ચોમાસામાં કુદરતી સૌંદર્ય નિહાળવા ભીડ ઉમટશે

|

Jun 05, 2022 | 12:30 PM

ઉનાળુ (Summer 2022) વેકેશનના અંતિમ દિવસોમાં હિલ સ્ટેશન સાપુતારા (Saputara) ખાતે શનિવાર અને રવિવારની રજામાં પ્રવાસીઓની ભીડ જામી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસી મોટી સંખ્યામાં વેકેશન માણવા પહોંચ્યા છે.

Dang : ઉનાળુ વેકેશનના અંતિમ દિવસોમાં સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો વધ્યો, ચોમાસામાં કુદરતી સૌંદર્ય નિહાળવા ભીડ ઉમટશે
સાપુતારામાં પ્રવાસીઓની ભીડ

Follow us on

ઉનાળાની (Summer 2022) ગરમી લોકોને ત્રાહિમામ્ પોકારી ગયા છે. લોકો ગરમીથી બચવા માટે જુદા જુદા રસ્તા અપનાવી રહ્યા છે. ગુજરાતમાં (Gujarat) હાલમાં વિદ્યાર્થીઓનું શાળાનું વેકેશન ચાલી રહ્યુ છે. જેથી બાળકોના માતા-પિતા ફરવા જવાનું આયોજન બનાવી રહ્યા છે. રાજ્યના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારામાં (Saputara) પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઉનાળુ વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાત લઈ રહ્યા છે.

રજાઓમાં પ્રવાસીઓની ભીડ જામી

ઉનાળુ વેકેશનના અંતિમ દિવસોમાં હિલ સ્ટેશન સાપુતારા ખાતે શનિવાર અને રવિવારની રજામાં પ્રવાસીઓની ભીડ જામી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસી મોટી સંખ્યામાં વેકેશન માણવા પહોંચ્યા છે. સાપુતારામાં ઠંડા પવન, ખુશનુમા માહોલની સાથે પ્રવાસીઓએ પેરાગ્લાઈડિંગ, બોટિંગ અને અન્ય એડવેન્ચર એક્ટિવિટીની મજા માણી હતી. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓની સગવડ માટે અનેક સુવિધા અને નવા આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે. તો પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રમકડા, ફળ, જ્યુસ સહિતનો નાનો-મોટો વેપાર કરતા એક હજારથી વધુ લોકોને પણ સારી આવક મળી રહી છે. ચોમાસાની સિઝનમાં સાપુતારામાં પ્રવાસીઓની ભીડ હજુ વધવાની શક્યતા છે.

એડવેન્ચર પ્રવૃત્તિઓની માણે છે મજા

મોટી સંખ્યામાં સાપુતારામાં ફરવા આવેલા પ્રવાસીઓ સર્પગંગા તળાવમાં બોટિંગ રાઈડની બોટ સવારી, વૈતી રિસોર્ટની રોપવે સવારી, બોટિંગ નજીક વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓ તથા ગવર્નરહીલ ઉપર ઘોડે સવારી, ઉંટ સવારી, બાયસિકલ સવારી, બાઈક સવારીની મજા માણી રહ્યા છે. સાપુતારામાં સાંજનાં સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેને કારણે પણ લોકોને ગરમીથી રાહત મળી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉલ્લેખનીય છે કે રાજ્યનું ગિરિમથક સાપુતારા હવા ખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે. અહીં કુદરતી સોંદર્ય અને માનસિક શાંતિ મેળવવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. ખાસ કરીને ગરમીમાં આ હિલ સ્ટેશન પર ઠંડક મેળવવા માટે પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. હાલમાં જૂન મહિનાની શરૂઆત છે, ત્યારે સાપુતરામાં કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

Next Article