Dang: વઘઇ તાલુકાના માનમોડી ગ્રામપંચાયતનું બજેટ સરકારી બાબુઓને પરસેવો પડાવી રહ્યું છે, જાણો શું છે કારણ?

છેલ્લા ૦૩ ટર્મ થી સતત વિજય થયેલા નગીનભાઈ ગાંવીતના પેનલમાં ૦૬ સભ્યો હોય તેમની બહુમતીને પગલે નાણાકીય વર્ષ ૨૦૨૨/૨૩ માં ગ્રામ પંચાયત નું બજેટ સતત ત્રીજીવાર નામંજૂર થતા માનમોડી ટી.સી.એમ.દ્વારા વિકાસ કમિશ્નરમાં રિપોર્ટ મોકલ્યો હતો.

Dang: વઘઇ તાલુકાના માનમોડી ગ્રામપંચાયતનું બજેટ સરકારી બાબુઓને પરસેવો પડાવી રહ્યું છે, જાણો શું છે કારણ?
ગ્રામ પંચાયત નું બજેટ સતત ત્રીજીવાર નામંજૂર થયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 8:38 AM

ડાંગ(Dang) જિલ્લામાં વઘઇ તાલુકાના છેવાડે મહારાષ્ટ્રની સરહદે આવેલ માનમોડી ગ્રામ પંચાયતની ૨૦૨૨ ચૂંટણીમાં કાકા ભત્રીજા સામસામે સરપંચપદ માટે ઉભા રહેતા ભારે રસ્સાકસી વચ્ચે મતદાન થતા સામે પક્ષના સરપંચના ઉમેદવાર ભત્રીજાનું માત્ર 01 મતે વિજય પ્રાપ્ત થયો હતો.ગ્રામ પંચાયતમાં કુલ 11 સભ્યો માંથી ભાજપ પેનલના સરપંચ પદના ઉમેદવાર નગીનભાઈ ગાંવીત પરાજિત થય પણ તેમના પેનલના 06 સભ્યો એ જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસ પક્ષના સરપંચ ઉમેદવાર મહેન્દ્રભાઈ ગાંવીત સાથે 05 સભ્યો જીત મેળવી હતી. આમ સરપંચ ન બનવા છતાં નગીનભાઈ પાસે બહુમતી છે. હવે આ પંચાયતનું બજેટ કઈ  રીતે મંજુર કરાવવું તે સરકારી બાબુઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા 03 ટર્મ થી સતત વિજય થયેલા નગીનભાઈ ગાંવીતના પેનલમાં 06 સભ્યો હોય તેમની બહુમતીને પગલે નાણાકીય વર્ષ ૨૦૨૨/૨૩ માં ગ્રામ પંચાયત નું બજેટ સતત ત્રીજીવાર નામંજૂર થતા માનમોડી ટી.સી.એમ.દ્વારા વિકાસ કમિશ્નરમાં રિપોર્ટ મોકલ્યો હતો. આ  મામલે  વિકાસ કમિશ્નરે ગ્રામ પંચાયતને કારણ દર્શક નોટિસ પાઠવી બન્ને પક્ષકારોને બોલાવી મિટિંગ નું આયોજન કરવા આદેશ કર્યો હતો.જે અનુસંધાને તા 9 મેં ના રોજ સામાન્ય સભા બોલાવતા સરપંચ સામે અવિશ્વાસ હોય બજેટ નાં મંજૂર થતાં હોવાનું સામે આવ્યું હતું. ચૂંટણીમાં 01 મતે વિજય થયેલ ગ્રામ પંચાયત સુપરસીડ થવા ના એંધાણ વર્તાતા ડાંગ જિલ્લામાં પંચાયત વર્તુળોમાં ખળભળાટ મચી જવા સાથે રાજકીય માહોલ ગરમાયો હતો.

ઉલ્લેખનીય છે કે બહુમતીના અભાવે બજેટ મંજુર ન થતા મોટી મૂંઝવણ ઉભી થઇ છે. તલાટી કામ મંત્રી નારાયણ ઠાકરેએ જણાવ્યું હતું કે અગાઉ બે પ્રયત્નો કરાયા હતા પરંતુ સફળતા મળી ન હતી. ગ્રામ પંચાયત દ્વારા 19 માર્ચ અને 28 માર્ચના રોજ બજેટ મંજૂરી માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જોકે આ બેઠકમાં બજેટને બહાલી મળી શકી ન હતી. બેઠકમાં બજેટ નામંજૂર થયું હતું. બને પયતનો નિષ્ફ્ળ જતા પંચાયત દ્વારા વિકાસ કમિશનરને પત્ર લખી જાણ કરાઈ હતી. આ મામલે વળી કચેરીએ કારણદર્શક નોટિસ સાથે ફરીએકવાર ખાસ સામાન્ય સભા યોજવા સૂચના આપી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બેનને પક્ષ પાસે પોતાના મુદ્દાઓ મેળવી તેનો બજેટમાં સમાવેશ કરી ખાસ સામાન્ય સભા દ્વારા બજેટ મંજુર કરવા પ્રયાસ કરાયા હતા જોકે ફરીએકવાર બંને જૂથ એકમત થવામાં સફળ રહ્યું ન હતું અને બજેટ મંજુર કરી શકાયું ન હતું. બજેટની મંજૂરી વિના વિકાસકાર્યો શક્ય ન હોવાથી આ ગામના વહીવટ બાબતે અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. તલાટી દ્વારા ખાસ સામાન્ય સભાના ઠરાવ અને સ્થિતિ અંગેનો અહેવાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સમક્ષ રજૂ કરવામાં આવશે જેના આધારે સમસ્યાનો હલ કઈ રીતે કાઢવો તે અંગે વિચારણા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">