Dang : જીવ બચાવવા શ્વાને દીપડા સાથે બાથ ભીડી , જુઓ વિડીયો

|

Jun 02, 2022 | 2:56 PM

દીપડો એક શિકારી પ્રાણી છે અને તે ઘાત લગાવી શિકાર કરે છે. રાતે શ્વાન ઘરના આંગણામાં સૂતો હતો ત્યારે અત્યંત ચપળતાથી દીપડો તેની નજીક પહોંચી ગયો હતો. એક ચોક્કસ અંતર સુધી નજીક આવી દીપડાએ શ્વાન ઉપર હુમલો કરી દીધો હતો.

Dang : જીવ બચાવવા શ્વાને દીપડા સાથે બાથ ભીડી , જુઓ વિડીયો
દીપડાએ શ્વાન ઉપર હુમલો કર્યો હતો

Follow us on

ડાંગ(Dang) જિલ્લા સ્થિત ગિરિમથક સાપુતારા(Saputara)માં જીવ બચાવવા શ્વાને દીપડા સાથે બાથ ભીડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સાપુતારામાં પાલતુ શ્વાન ઉપર દીપડાએ શિકારના ઇરાદે હુમલો(Leopard Attack on Dog) કરી દીધો હતો. અચાનક આવી ચડેલા વન્ય પ્રાણીના હુમલાથી ડરવાના સ્થાને શ્વાને સાંકળથી બંધાયેલો હોવા છતાં પ્રતિકાર કર્યો હતો. શ્વાનનો મિજાજ પારખી ગયેલા દીપડાએ આખરે મેદાન છોડી પરત ભાગવું પડ્યું હતું. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

ગિરિમથક સાપુતારામાં દીપડાએ શ્વાન ઉપર હુમલો કરી દીધો હતો. ઘટનાક્રમ ઉપર નજર કરીએ તો સાપુતારાના સાંઈલીલા બંગલોમાં તસ્કરોથી સુરક્ષા માટે પાર્કિંગમાં શ્વાન રાખવામાં આવે છે. નિત્યક્રમ મુજબ બુધવારની રાતે પાર્કિંગમાં રાત્રિના સમયે શ્વાન બાંધવામાં આવ્યો હતો. રાતે અચાનક શ્વાનના ભસવાનો અવાજ આવવા લાગ્યો હતો. આ અવાજ તેજ થવા સાથે શ્વાનની સાંકળ ખેંચવાનો અને આસપાસની ચીજોના પડવાનો અવાજ આવવા લગતા મકાન માલિકે ઊંઘમાંથી જાગી બારીમાંથી ડોકિયું ઘરના તેમના ઘરના આંગણામાંથી દીપડો ભાગતો નજરે પડ્યો હતો. મકાનમાલિકે બુમરાણ મચાવતા નય પાડોશીઓ પણ જાણી ગયા હતા. ઘરમાં સીસીટીવી લાગ્યા હતા તે ચેક કરવામાં આવતા શ્વાને હિંમત દેખાડી પોતાનો જીવ બચાવ્યો હોવાના દ્રશ્યો નજરે પડયા હતા.

દીપડો એક શિકારી પ્રાણી છે અને તે ઘાત લગાવી શિકાર કરે છે. રાતે શ્વાન ઘરના આંગણામાં સૂતો હતો ત્યારે અત્યંત ચપળતાથી દીપડો તેની નજીક પહોંચી ગયો હતો. એક ચોક્કસ અંતર સુધી નજીક આવી દીપડાએ શ્વાન ઉપર હુમલો કરી દીધો હતો. સાંકળથી બાંધેલો હોવાના કારણે શ્વાન ભાગી શક્યો ન હતો. જોકે વાત અહીં જીવન – મરણ ની હતી. શ્વાન અચાનક હુમલાથી પ્રારંભે ચોકી ગયો હતો જેણે  બાદમાં દીપડા ઉપર સામે પ્રહાર શરૂ કાર્ય હતા. શરણના અણધાર્યા વર્તનથી દીપડો ગાભરાયો હતો અને નાસી ગયો હતો.

બનાવની જાણ વનવિભાગને કરવામાં આવતા અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈ જરૂર પડે પિંજરા ગોઠવવાની તૈયારીઓ હાથ ધરી છે.

Published On - 2:53 pm, Thu, 2 June 22

Next Article