Dang : સાપુતારા ટુરિસ્ટ પોઇન્ટ ઉપર શ્વાનનો શિકાર કરતો દીપડો પ્રવાસીના કેમેરામાં કેદ

|

Jun 04, 2022 | 11:24 PM

સાપુતારા(Saputara)સનરાઈઝ પોઇન્ટ તેમજ ઇકો પોઇન્ટ ઉપર દીપડો દેખાયો હતો. જેમાં ગિરિમથક ખાતે ટુરિસ્ટ પોઇન્ટ(Tourist Point) ઉપર શ્વાનનો શિકાર કરતો દીપડો પ્રવાસીના કેમરામા કેદ થયો છે.

Dang : સાપુતારા ટુરિસ્ટ પોઇન્ટ ઉપર શ્વાનનો શિકાર કરતો દીપડો પ્રવાસીના કેમેરામાં કેદ
Panther
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના ડાંગમાં ગિરિમથક સાપુતારા(Saputara)સનરાઈઝ પોઇન્ટ તેમજ ઇકો પોઇન્ટ ઉપર દીપડો દેખાયો હતો. જેમાં ગિરિમથક ખાતે ટુરિસ્ટ પોઇન્ટ(Tourist Point) ઉપર શ્વાનનો શિકાર કરતો દીપડો પ્રવાસીના કેમરામા કેદ થયો છે. જેમાં બે દિવસ પહેલા સાપુતારા ખાતે એક બંગલામા પાળતું શ્વાનનો શિકાર કરતો દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં વેકેશનમાં શનિવારની રજા માણવા આવેલ પ્રવાસીના કેમેરામાં આજે ફરી એકવાર દીપડો કેદ થયો છે. ગિરિમથક સાપુતારા ખાતે પહેલીવાર જાહેરમાં દીપડો દેખાતા પ્રવાસીઓમાં ભયનો માહોલ છે. જ્યારે
વન વિભાગે દીપડાને પકડવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગિરિમથક સાપુતારા માં જીવ બચાવવા શ્વાને દીપડા સાથે બાથ ભીડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સાપુતારામાં પાલતુ શ્વાન ઉપર દીપડાએ શિકારના ઇરાદે હુમલો(Leopard Attack on Dog) કરી દીધો હતો. અચાનક આવી ચડેલા વન્ય પ્રાણીના હુમલાથી ડરવાના સ્થાને શ્વાને સાંકળથી બંધાયેલો હોવા છતાં પ્રતિકાર કર્યો હતો. શ્વાનનો મિજાજ પારખી ગયેલા દીપડાએ આખરે મેદાન છોડી પરત ભાગવું પડ્યું હતું. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.દીપડો એક શિકારી પ્રાણી છે અને તે ઘાત લગાવી શિકાર કરે છે. રાતે શ્વાન ઘરના આંગણામાં સૂતો હતો ત્યારે અત્યંત ચપળતાથી દીપડો તેની નજીક પહોંચી ગયો હતો. એક ચોક્કસ અંતર સુધી નજીક આવી દીપડાએ શ્વાન ઉપર હુમલો કરી દીધો હતો. સાંકળથી બાંધેલો હોવાના કારણે શ્વાન ભાગી શક્યો ન હતો.

Published On - 11:20 pm, Sat, 4 June 22

Next Article