અમદાવાદના વૈજ્ઞાનિકે શોધ્યુ ન્યૂક્લિયર રેડિએશન પ્રુફ બંકર, યુદ્ધના સમયે જાનહાનિ ટાળવા અનોખો પ્રયાસ

વૈજ્ઞાનિક રાગેશ શાહનું કહેવું છે કે આ બંકર કેમિકલ, બાયોલોજીકલ, રેડીયોલોજીકલ, ન્યુક્લિયર જેવા હથિયારો સામે રક્ષણ આપી શકે છે. જેમાં 85 પ્રકારની દવાઓ પણ રાખવામાં આવી શકે છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 04, 2022 | 7:18 AM

યુદ્ધમા હવે બૉમ્બ અને ગોળીઓની સાથે ન્યુક્લિયર અને બાયોકેમિકલ હથિયારોનો ઉપયોગ વધ્યો છે. યુદ્ધમાં વપરાતા આ ઘાતક હથિયારોના પરિણામો યુદ્ધના સ્થળે રહેનારા લોકો અને તેમની આવનારી પેઢીઓને વર્ષોના વરસ ભોગવવા પડતા હોય છે. આવા બાયોકેમિકલ અને ન્યૂક્લિયર હથિયારો સામે રક્ષણ કેમ મેળવવું તેનો ઉપાય મુશ્કેલ છે. જો કે અમદાવાદ (Ahmedabad)ના એક વૈજ્ઞાનિક (scientist) રાગેશ શાહે રેડિએશન પ્રુફ બંકર (Radiation proof bunker)બનાવી લોકોને આવા રેડિએશનથી બચાવવાનો એક પ્રયાસ હાથ ધર્યો છે.

અમદાવાદના વૈજ્ઞાનિક રાગેશ શાહે યુદ્ધમાં ન્યુક્લિયર અને બાયોકેમિકલ હથિયારોથી નાગરિકોને બચાવી શકાય તે માટે અનોખું બંકર બનાવ્યુ છે. વૈજ્ઞાનિક રાગેશ શાહનું કહેવું છે કે આ બંકર કેમિકલ, બાયોલોજીકલ, રેડીયોલોજીકલ, ન્યુક્લિયર જેવા હથિયારો સામે રક્ષણ આપી શકે છે. જેમાં 85 પ્રકારની દવાઓ પણ રાખવામાં આવી શકે છે. આ સાથે જ બહારના તાપમાન સામે અંદરના લોકોને રક્ષણ મળી શકે છે. યુદ્ધના સમયમાં લશ્કરના જવાનો અને વી.વી.આઈ.પીઓના જીવને રક્ષણ આપવા માટે આ બંકર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

આ બંકર સાથે જવાનોને રેડિએશનથી બચાવવા માટે એક ખાસ ટેબ્લેટ્સ બનાવવામાં આવી છે. રેડિએશન થાઇરોડને બ્લોક કરે છે. ત્યારે આ એક ટેબ્લેટ્સ 24 કલાક સુધી રેડિએશનથી બચાવી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે..આગામી દિવસોમાં જો યુદ્ધ થાય તો જાનહાની ના થાય તેવો પ્રયાસ કરવા માટે આ બંકર ઉપયોગી થઈ શકે છે. વૈજ્ઞાનિકો કોરોનાને પણ બાયોલોજીકલ હથિયાર માને છે અને તેમાં પણ આ બંકર કામ લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે આ બંકર ખરીદનાર ઇચ્છતા લોકોને મળી શકે છે જેનો ખર્ચ આશરે 1 કરોડ જેટલો થાય છે.

આ પણ વાંચો-

Ahmedabad: ઉનાળાની શરુઆતમાં જ શહેરમાં રોગચાળો ફાટ્યો, પાણી અને મચ્છરજન્ય રોગમાં વધારો

આ પણ વાંચો-

ગુજરાતનું બજેટ સર્વગ્રાહી અને સર્વ સમાજની ઉન્નતિનું પથદર્શક : સીએમ ભૂપેન્દ્ર પટેલ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati