Dang : નવસારીના તબીબનો અનોખો સેવાયજ્ઞ, બે દાયકાથી જીવન ડાંગના આદિવાસીઓના ઉત્થાનમાં સમર્પિત કર્યું છે

|

Jan 09, 2023 | 2:08 PM

ડોક્ટર શેઠજી આદિવાસી વિસ્તારમાં માત્ર ભણતરને લઈનેજ નહી પરતું અહિયાં આર્થિક પરિસ્થિતિ ને કારણે લગ્ન ન કરી શકતા લોકોની પણ ચિંતા કરી અવારનવાર નિયમિત રીતે સમુહ લગ્નનું આયોજન કરે છે અને આજ દિન સુધી આશરે ૧૫૧ જેટલાં યુગલોના દાંપત્યજીવન ખિલવ્યાં છે.

Dang : નવસારીના તબીબનો અનોખો સેવાયજ્ઞ, બે દાયકાથી જીવન ડાંગના આદિવાસીઓના ઉત્થાનમાં સમર્પિત કર્યું છે
Dr. Rajan Sethji is very popular because of his service work

Follow us on

નવસારીમાં તબીબી સેવા ક્ષેત્રે કાર્યરત 70 વર્ષીય ડો. રાજન શેઠજી તેમના સેવા કાર્યને કારણે ખુબ લોકપ્રિય છે. એક ડોક્ટર તરીકે તેઓ લોકોને તેમની માંદગીમાં મદદરૂપ થવા સાથે આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જીલ્લામાં ૨૦૦૨ થી સતત વિવિધ પ્રકારની સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિઓમાં સમર્પિત રહેતા આવ્યા છે. નિયમિત રીતે વિવિધ શાળાઓમાં તબીબી ચિકિત્સા અને સહાયક કેમ્પના અગણિત કેમ્પ સાથે ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોઇપણ સુવિધા વગરના ભાદરપાડા ગામમાં એક માધ્યમિક શાળાને દત્તક લીધી હતી. આ શાળાના મકાનનો જીર્ણોધ્ધાર કરીને એનું સંચાલન આચાર્ય કિશોરભાઈ અને એમની ટીમ દ્વારા હાથમાં લીધું હતું.

ધો. ૧૧- ૧૨ ની સવલત પણ સફળતાપૂર્વક ઉભી કરી અહિયાં રહેતી લગભગ ૨૦૦ જેટલી આદિવાસી કન્યાઓ માટે રૂપિયા ૨ કરોડના ખર્ચે અદ્યતન સવલત ધરાવતી ગર્લ્સ હોસ્ટેલ નું નિર્માણ કર્યું છે. શહેરમાં ઉપલભ્ધ એવી અદ્યતન વ્યવસ્થા સાથેનું આ છાત્રાલય અનેક તેજસ્વી આદિવાસી કન્યાઓ માટે ઉજ્જવલ કારકિર્દીનું પહેલું પગથીયું બની રહે એવા શુભ આશય છે.

શહેરમાં રહીને કરે છે ગરીબ લોકોની સતત ચિંતા

ડોક્ટર શેઠજી આદિવાસી વિસ્તારમાં માત્ર ભણતરને લઈનેજ નહી પરતું અહિયાં આર્થિક પરિસ્થિતિ ને કારણે લગ્ન ન કરી શકતા લોકોની પણ ચિંતા કરી અવારનવાર નિયમિત રીતે સમુહ લગ્નનું આયોજન કરે છે અને આજ દિન સુધી આશરે ૧૫૧ જેટલાં યુગલોના દાંપત્યજીવન ખિલવ્યાં છે, પાણીને સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ ની ચિંતા કરીને બારમાસી પાણીની વ્યવસ્થા માટે ગુજરાત સરકાર ના સહયોગ અને અનુદાનથી નવા ચેક ડેમનું નિર્માણ તેમજ જુના ચેકડેમ ના સમારકામ પણ કરે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ડાંગ ના આગેવાનો રહ્યા ઉપસ્થિત

રૂપિયા 2 કરોડના ખર્ચે બનાવેલ કન્યા છાત્રાલયના લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડાંગ ના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના નાયબ ઉપદંડક વિજય પટેલ, ડાંગ જિલ્લા પંચાયત ના પ્રમુખ મંગળ ગાવીત સહિત મોટી સંખ્યામાં ડાંગ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ એ ભારતના ગુજરાત રાજ્યનો એક જિલ્લો છે. તેનું વહીવટી મુખ્ય મથક આહવા છે. આ જિલ્લાનો વિસ્તાર 1,766 ચોરસ કિલોમીટર છે. ડાંગ ગુજરાત રાજ્યનો એક નાનો જિલ્લો છે જે હેઠળ માત્ર 1 વિધાનસભા મતવિસ્તાર આવે છે. 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ ડાંગ જિલ્લાની વસ્તી 2 લાખથી વધુ છે. આ જિલ્લાનો જાતિ ગુણોત્તર 1000 પુરૂષો દીઠ 1006 સ્ત્રીઓ છે. આ જિલ્લાની 75.16 ટકા વસ્તી સાક્ષર છે જેમાં પુરૂષ સાક્ષરતા દર 83.06 ટકા અને સ્ત્રી સાક્ષરતા દર 67.38 ટકા  છે.

Published On - 1:24 pm, Mon, 9 January 23

Next Article