ડાંગમાં જિલ્લા કક્ષાનો 73મો વન મહોત્સવ ઉજવાયો, પ્રકૃતિના જતન માટે અપીલ કરાઈ

|

Aug 12, 2022 | 8:40 PM

વન મહોત્સવના ભાગરૂપે ખેડૂતોને વિનામૂલ્યે કાલીબેલ રેંજના વાડી યોજના હેઠળ જેએફએમસી મંડળીના વન વિસ્તારના ગામોમા 100 લાભાર્થીઓને 1500 આંબાકલમ અને 500 કાજુ રોપાઓનું વિતરણ કરવામા આવ્યું હતું.

ડાંગમાં જિલ્લા કક્ષાનો 73મો વન મહોત્સવ ઉજવાયો, પ્રકૃતિના જતન માટે અપીલ કરાઈ
The 73rd Forest Festival was celebrated at Subir

Follow us on

આઝાદીના અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત ડાંગ(Dang) જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે 73મા વન મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી. 73મા જિલ્લા વન મહોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતે ડાંગનું મહત્વ સમજાવ્યું હતું. ગાવિતે કહ્યું હતું કે  જંગલ છે તો ડાંગ જિલ્લાની કિંમત થઇ રહી  છે. આ વનના કારણે જ ડાંગ સુશોભીત છે. ડાંગ જિલ્લામા જંગલ, નદી, નાળા હોવાથી અહીં પ્રકૃતિને માણવા માટે મોટી સંખ્યામા પ્રવાસીઓ આવે છે. વૃક્ષો પ્રાણવાયુ આપી રહ્યા છે અને વૃક્ષોનુ મહત્વ કેટલુ છે તે  આપણને કોરોના સમયે જોયુ છે. તેમણે વૃક્ષોનુ જતન કરવા ઉપર ભાર મુક્યો હતો.

100 ગામોમાં ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાશે

ડાંગ જિલ્લામાં 2880 હેક્ટર વન વિસ્તારમા કુલ 29.14 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વન મહોત્સવ યોજના હેઠળ ડાંગ દ્વારા 7 લાખ રોપાઓનુ વાવેતર કરવાની યોજના છે જેમાંથી કુલ 3.31 લાખ રોપાઓનું અત્યારસુધીમાં વિતરણ કરી દેવામાં આવ્યું છે અને બાકીના રોપાઓનું વિતરણ કરવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે. આવતા અઠવાડિયામા સંઘન વૃક્ષારોપણ અંતર્ગત બાકીની કામગીરી પૂર્ણ કરવામા આવશે. ડાંગ જિલ્લામા ‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ હેઠળ કુલ 100 ગામોમા ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે.

કુલ 46.21 રૂપિયાનો લાભ આપવામાં આવશે

વન મહોત્સવના ભાગરૂપે ખેડૂતોને વિનામૂલ્યે કાલીબેલ રેંજના વાડી યોજના હેઠળ જેએફએમસી મંડળીના વન વિસ્તારના ગામોમા 100 લાભાર્થીઓને 1500 આંબાકલમ અને 500 કાજુ રોપાઓનું વિતરણ કરવામા આવ્યું હતું. માલકી યોજના અંતર્ગત વન વિભાગ ડાંગ દ્વારા રૂપિયા 32 લાખ 30 હજાર 835 તથા વન મહોત્સવ કાર્યક્રમ બાદ 13 લાખ 90 હજાર 764 આમ કુલ રકમ 46 લાખ 21 હજાર 699નો લાભ આપવામાં આવશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

73મા વન મહોત્સવમા ઉત્તર નાયબ વન સંરક્ષક દિનેશભાઇ રબારી, દક્ષિણ નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાક્રિષ્ના, જિલ્લા શિક્ષણ અધિકારી એમ. સી. ભુસારા, મદદનીશ વન સંરક્ષક નિલેશભાઈ પંડ્યા, અભિષેક, આરતી ભાભોર, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ બુધુભાઈ કામડી, ભાજપ પાર્ટી અધ્યક્ષ દશરથભાઈ પવાર, ભાજપ મહામંત્રી રાજુભાઈ ગામિત, સુબીર ગ્રામ પંચાયતના સરપંચ સોમનાથ એમ. કાગડે, ડાંગ જિલ્લાના વનકર્મીઓ, અન્ય અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 8:39 pm, Fri, 12 August 22

Next Article