તંત્રની બેદકારીના પગલે બાળકોના આરોગ્ય સાથે ચેડા ! મધ્યાહન ભોજનમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO

|

Jul 04, 2022 | 8:54 AM

વારંવાર બેદકારીના પગલે બાળકોના આરોગ્ય (Health) સાથે ચેડા થઈ રહ્યા છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

તંત્રની બેદકારીના પગલે બાળકોના આરોગ્ય સાથે ચેડા ! મધ્યાહન ભોજનમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO
Worms found from rice

Follow us on

દાહોદની (dahod) સરોરી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી (Midday meal) જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા ભાતમાં ઇયળો દેખાતા વિદ્યાર્થીએ આચાર્યને જાણ કરી હતી. મધ્યાહન ભોજનના ફાળવેલા જથ્થામાંથી જીવાત નીકળતા વાલીઓ અને ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. વારંવાર તંત્રની બેદકારીના પગલે(Negligence) બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તંત્રએ નવો જથ્થો ફાળવવાનો રાગ આલોપ્યો

નવાઈની વાત તો એ છે કે શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ એક સમિતિ બનાવી છે, જેમાં બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ચેક કરવામાં આવે છે. છતાં રાંધેલા ભાતમાં જીવાત નીકળતા બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ તંત્રએ નવો જથ્થો ફાળવવાનો રાગ આલોપ્યો છે.

Next Article