દાહોદ જિલ્લામાં માવઠાથી નુકશાન, એપીએમસીમાં બહાર પડેલું અનાજ પલળી ગયુ
માર્કેટયાર્ડમાં ગોડાઉનના અભાવે અનાજ ખુલ્લામાં પડેલું હોવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.વેપારીઓનું કહેવું છે કે 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
ગુજરાતમાં (Gujarat)કમોસમી વરસાદની (Unseasonal Rain)માર આખરે ખેડૂતો અને વેપારીઓ (Traders) જ સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં રાજ્યના પડેલા કમોસમી વરસાદના પગલે દાહોદ,(Dahod) ઝાલોદ અને લીમડીમાં એપીએમસી( APMC)માં બહાર પડેલુ અનાજ પલળી ગયું છે. જેમાં ડાંગર, મકાઇ, સોયાબીન સહિત હજારો ક્વિન્ટલ અનાજ પલળી ગયું છે.
તેમજ માર્કેટયાર્ડમાં ગોડાઉનના અભાવે અનાજ ખુલ્લામાં પડેલું હોવાથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.વેપારીઓનું કહેવું છે કે 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હજુ પણ દાહોદ જિલ્લામાં વરસાદ ચાલુ હોવાથી વધારે નુકસાન થવાનો વેપારીઓમાં ભય સતાવી રહ્યો છે.
જો કે આ અંગે રાજ્યના કૃષિ પ્રધાન રાધવજી પટેલે સ્પષ્ટતા કરી હતી કે માર્કેટ યાર્ડમાં પલળી ગયેલા અનાજની જવાબદારી સરકારની નથી. તેમજ દર એપીએમસીને અનાજ ઢાંકવા અને યોગ્ય વ્યવસ્થા કરવા પહેલેથી જ સૂચના આપવામાં આવી હતી. તેથી આ જવાબદારી જે તે માર્કેટ યાર્ડની છે. તેમાં સરકારની કોઇ ભૂમિકા નથી.
આ પણ વાંચો : સાંતેજ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટે ફટકારેલી સજા પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપી આ પ્રતિક્રિયા
આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાના 45 કેસ, કામોસમી વરસાદ, 112 હેલ્પલાઇન, દુષ્કર્મીને માત્ર 14 દિવસમાં સજા, જાણો તમામ સમાચાર