Dahod : રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલી ઝાલોદની શિવાંગી પરત ફરી, પરિવારમાં ખુશીનો માહોલ

|

Mar 02, 2022 | 7:03 PM

યુક્રેનમાં ફસાયેલી દાહોદના ઝાલોદની શિવાંગી કલાલ પોતાના વતનમાં હેમખેમ પરત પહોંચી છે.MBBSનો અભ્યાસ કરતી શિવાંગી કલાલ હેમખેમ પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Dahod : રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલી ઝાલોદની શિવાંગી પરત ફરી, પરિવારમાં ખુશીનો માહોલ
Dahod Student Return From Ukraine

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે અનેક ભારતીય વિદ્યાર્થી (Student)ફસાયા છે..ભારત સરકાર ફસાયેલા વિદ્યાર્થીઓને સહીસલામત લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવી રહી છે..ત્યારે યુક્રેનમાં ફસાયેલી દાહોદના(Dahod) ઝાલોદની શિવાંગી કલાલ પોતાના વતનમાં હેમખેમ પરત પહોંચી છે.MBBSનો અભ્યાસ કરતી શિવાંગી કલાલ હેમખેમ પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

યુક્રેન-રશિયા યુદ્ધ સંકટ વચ્ચે યુક્રેન ખાતે દાહોદનાં 10 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. યુક્રેન ખાતે ફસાયેલા દાહોદનાં વિદ્યાર્થીઓમાં અક્ષય જયસ્વાલ, હર્ષિલ જોષી, સહર્ષ પટેલ, મુર્તઝા મોહમ્મદ, શિવાંગી કલાલ, જયકિશન વૈરાગી, કુમૈલ હાતિમભાઇ, લોકેશ પાટીલ, સ્નેહલ પટેલ, પ્રથમેશ મોદીના નામ તંત્ર દ્વારા રાજ્ય કક્ષાએ મોકલવામાં આવ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે જિલ્લા કક્ષાની હેલ્પલાઇન 02673-239277 શરૂ કરવામાં આવી છે.. ઉપરાંત 1077 ઉપર પણ સંપર્ક કરી શકાશે.જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય કક્ષાના હેલ્પ સેન્ટર સાથે પણ આ માટે સતત સંપર્કમાં છે. તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ સતત સંપર્કમાં રહીને તેમને માહિતી આપવામાં આવી રહી છે.

જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય કક્ષાના હેલ્પ સેન્ટર સાથે પણ આ માટે સતત સંપર્કમાં છે. તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ સતત સંપર્કમાં રહીને તેમને માહિતી આપવામાં આવી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

યુક્રેનમાં અલગ-અલગ પ્રાંતમાં કુલ 1263 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી

યુક્રેન પર રશિયાનું આક્રમણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હજુ પણ ગુજરાત અને ભારતના કેટલાય નાગરિકો યુદ્ધ ક્ષેત્રમાં ફસાયા છે. યુક્રેનમાં અલગ-અલગ પ્રાંતમાં કુલ 1263 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. બીજી તરફ વીડિયો સંદેશ દ્વારા યુદ્યાર્થીઓ મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. કચ્છની વિદ્યાર્થિની અને બંકરમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ વીડિયો વાયરલ કરી મદદ માગી હતી.

આ તરફ યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવાનું ઓપરેશન ગંગા તેજ છે. એક બાદ એક ફ્લાઈટ યુક્રેનના પાડોશી દેશમાંથી દિલ્લી લેન્ડ થઈ રહી છે. દિલ્લી એરપોર્ટથી વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા પણ કરાઈ છે. પરિવાર સાથે બાળકોનું મિલન થતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.. અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 123 વિદ્યાર્થીઓને પરત લવાયા છે.

વાલીઓએ સરકારનો આભાર પણ માન્યો હતો

જ્યારથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારથી પરિવાર ચિંતિત હતો. હવે ઓપરેશન ગંગા અતંર્ગત પોતાના દીકરા-દીકરીઓ પરત ફરતાં પરિવારના સ્વજનોની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. દિલ્લી એરપોર્ટ પર જ માતા-પિતા પોતાની દીકરી અને દીકરાઓને ભેટી પડ્યા હતા.. દીકરા-દીકરી હેમખેમ પરત ફરતા વાલીઓએ સરકારનો આભાર પણ માન્યો હતો.

પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.

એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યુવાઓની માહિતી તેમ જ તેમના પરિવારજનો તથા સગાસંબંધીઓ વિગતો આપી શકે તે માટે એક હેલ્પલાઈન સવારે 9-00 થી રાત્રિના 9-00 વાગ્યા સુધી શરુ કરી છે. હેલ્પલાઈન નંબર – 079- 232- 38278. Email – nrgfoundation@yahoo.co.in રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.

આ પણ  વાંચો : Surendranagar: લીંબડી રાજ મહેલમાં તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર

આ પણ  વાંચો :  Surat : હજીરામાં રેલવે જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ, ઉદ્યોગ ગૃહોને લાભ કરાવવાનો આક્ષેપ

 

Next Article