Video : PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી

વડાપ્રધાન મોદીએ દાહોદમાં 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું. આમાં ભારતનું પ્રથમ 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેન અને નવા રેલ્વે ઉત્પાદન એકમનો સમાવેશ થાય છે.

Video : PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
| Updated on: May 26, 2025 | 12:39 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દાહોદ ખાતે એક વિશાળ જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને વિવિધ મહત્વાકાંક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. તેમણે 9000 એચપી ક્ષમતા ધરાવતા દેશના પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું હતું, જે દેશના રેલવે ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

આ અવસરે PM મોદીએ સોમનાથથી અમદાવાદ વચ્ચે દોડતી નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન પ્રવાસીઓને ઝડપી અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપશે.

તેઓએ દાહોદ ખાતે સ્થાપિત કરવામાં આવેલા રૂ. 21,000 કરોડના ખર્ચે નિર્મિત રેલવે ઉત્પાદન યુનિટનું પણ ઉદ્ઘાટન કર્યું, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે.

વડાપ્રધાને કુલ રૂ. 23,292 કરોડના રેલવે સંબંધિત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. તેમાં આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર અને રાજકોટ-હડમતીયા રેલલાઇનના ડબલિંગ પ્રોજેક્ટ્સ, સાબરમતીથી બોટાદ સુધી 107 કિ.મી. લંબાઈના રેલવે ઇલેક્ટ્રિફિકેશન, તેમજ કલોલ-કડી-કડોસણ રેલલાઇનના ગેજ પરિવર્તનનો સમાવેશ થાય છે.

જળસંપત્તિ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પગલાં લેતાં વડાપ્રધાને રૂ. 181 કરોડના ખર્ચે બનેલી ચાર ગ્રૂપ વોટર સપ્લાય યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ યોજનાઓ દાહોદ અને મહિસાગર જિલ્લાના 193 ગામો અને એક શહેરમાં વસતા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરૂં પાડશે.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ રૂ. 24,000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો, જેનાથી પશ્ચિમ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં આત્મનિર્ભરતા અને વિકાસને નવી દિશા મળશે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Published On - 12:36 pm, Mon, 26 May 25