Dahod: ભારત બંધના એલાનને જિલ્લામાં કોઈ સમર્થન નહી, તમામ બજારો ખુલ્લા રહ્યા, પોલીસ વિભાગ સતત કરી રહ્યુ છે પેટ્રોલિંગ

|

Jun 20, 2022 | 6:06 PM

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેટલાક સંગઠનોએ આજે ​​ભારત બંધનું (Bharat bandh) એલાન આપ્યું છે. જો કે દાહોદ (Dahod) જિલ્લામાં ભારત બંધના એલાનને કોઈ સમર્થન ન મળ્યુ.

Dahod: ભારત બંધના એલાનને જિલ્લામાં કોઈ સમર્થન નહી, તમામ બજારો ખુલ્લા રહ્યા, પોલીસ વિભાગ સતત કરી રહ્યુ છે પેટ્રોલિંગ
પોલીસ પેટ્રોલિંગ

Follow us on

કેન્દ્ર સરકાર દ્વારા નવ યુવાનો માટે ‘અગ્નિપથ’ યોજના (Agnipath Scheme) જાહેર કરવામાં આવેલી છે. આ યોજનાના વિરોધમાં દેશભરમાં જુદા જુદા સ્થળોએ સરકારી, ખાનગી માલ મિલ્કતોને નુકસાન કરવાનો બનાવ બનેલો છે. તેમજ આ બાબતે આજે ” ભારત બંધ’ની (Bharat Bandh) જાહેરાત કરવામાં આવી છે. ભારત બંધની જાહેરાત દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના આગોતરાં પગલાં દાહોદમાં (Dahod) પોલીસ અને રેલવે પોલીસ એલર્ટ પર છે. પોલસી દ્વારા સમગ્ર જિલ્લામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.

ભારત બંધના એલાનના પગલે એલર્ટ

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે કેટલાક સંગઠનોએ આજે ​​ભારત બંધનું એલાન આપ્યું છે. જો કે દાહોદ જિલ્લામાં ભારત બંધના એલાનને કોઈ સમર્થન ન મળ્યુ. દાહોદ, લીમડી, ઝાલોદ, ફતેપુરા, સંકેલી, દેવગઢબારીઆ, લીમખેડા સહિતના બજારો રાતેબા મુજબ ચાલુ રહ્યા. પોલીસ અને રેલવે પોલીસ દ્વારા ભારત બંધના એલાનના પગલે એલર્ટ અપાયુ હતુ. સવારથી જ દાહોદ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રેલવેને કોઈ નુકસાન ન થાય તે માટે ખાસ RPF અને દાહોદ પોલીસની ટીમ રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમા તહેનાત કરાઇ. તો પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે.

ભારત બંધને ધ્યાનમાં રાખીને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) હાઈ એલર્ટ પર છે. વરિષ્ઠ RPF અધિકારીઓએ એક નિવેદન બહાર પાડ્યું છે અને તમામ RPF એકમોને તોફાનીઓ અને તોફાનીઓ સાથે સખત રીતે વ્યવહાર કરવા આદેશો જાહેર કર્યા છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તોફાનીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉલ્લેખનીય છે કે, સરકારની અગ્નિપથ યોજના (Agnipath Scheme) સામે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવાનો સતત સરકાર પાસે આ યોજના પાછી ખેંચવાની માગ કરી રહ્યા છે. જોકે, સેનાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે, અગ્નિપથ યોજના પાછી ખેંચવામાં આવશે નહીં.

Next Article