Dahod : મુવાલીયામાં 500ની વસ્તી વચ્ચે માત્ર એક હેન્ડપંપ, પીવાના પાણી માટે કરવો પડે છે સંઘર્ષ

|

Jun 09, 2022 | 2:48 PM

દાહોદ (Dahod) જીલ્લો ટ્રાયબલ જિલ્લો (Tribal District) છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લાખો કરોડો રુપીયાની યોજનાઓ આ જીલ્લા માટે ફાળવવામા આવે છે, પરંતુ આજે પણ સમસ્યાનો અંત નથી

Dahod : મુવાલીયામાં 500ની વસ્તી વચ્ચે માત્ર એક હેન્ડપંપ, પીવાના પાણી માટે કરવો પડે છે સંઘર્ષ
પીવાના પાણી માટે મુવાલિયા ગામના લોકોને કરવો પડે છે સંઘર્ષ

Follow us on

દાહોદ (Dahod) જિલ્લાના મુવાલીયા ગામમાં પીવાના પાણી (Drinking water) માટે લોકો વલખા મારી રહ્યા છે. 500થી વધુ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં એક જ હેન્ડપંપ છે. પરંતુ તેમાંથી આવતું પાણી પીવાલાયક નથી. જેને કારણે ઉનાળાના (Summer) બળબળતા તાપમાં પીવાનું પાણી ભરવા ગામની મહિલાઓને 3થી 4 કિમી સુધી ચાલી તળાવમાંથી પાણી પીવાનો સંઘર્ષ કરવો પડે છે. લાંબા સમયથી ગ્રામજનો પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે. પરંતુ આ સમસ્યાનો હજુ સુધી કોઇ નિકાલ આવ્યો નથી.

500ની વસ્તી વચ્ચે માત્ર એક હેન્ડપંપ

દાહોદ જીલ્લો ટ્રાયબલ જીલ્લો છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લાખો કરોડો રુપીયાની યોજનાઓ આ જીલ્લા માટે ફાળવવામા આવે છે, પરંતુ આજે પણ સમસ્યાનો અંત નથી. એનુ એક માત્ર કારણ એ છે કે, કદાચ છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચતી નથી. દાહોદ નજીક આવેલ મુવાલીયા ગામમાં આજે પણ પીવાના પાણીની સમસ્યા યથાવત છે. 500 થી વધુ ઘરોની વસ્તી ધરાવતા આ ગામના લોકોને પીવાના પાણી માટે 3થી 4 કિલોમીટર દુર જવુ પડે છે.

‘હર ઘર નલ સે જલ’ યોજના માત્ર કાગળ પર

દાહોદના મુવાલીયા ગામે પીવાના પાણીની ભારે સમસ્યા રહે છે. સરકાર દ્વારા ‘હર ઘર નલ સે જલ’ આપવાની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ આ જાહેરાતો માત્ર પોસ્ટર અને કાગળ ઉપર જ હોય તેવો ઘાટ અહીં જોવા મળી રહ્યો છે. ગામની મહિલાઓને ઘરના કામ છોડીને પણ પાણી માટે દૂર દૂર સુધી જવુ પડતુ હોય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પાણી માટે ગ્રામજનોને જવુ પડે છે દૂર દૂર

સરકારના નલ સે જલ યોજના વિરોધી વાસ્તવિકતા અહીં જોવા મળી રહી છે.મુવાલીયા ગામમાં હેન્ડપંપ છે પરતુ આ હેન્ડપંપમા પાણી પીવા લાયક ન હોવાનું ગ્રામજન નિલેશ પાઠકે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે ના છુટકે મહિલાઓએ 3થી 4 કિલોમીટર સુધી ચાલતા જઇને પીવાનું પાણી લાવવું પડે છે.

રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર ગામડે ગામડે નલ સે જલ યોજના ના નંખાઇ ગયા ના દાવા કરી રહ્યા છે. ત્યારે દાહોદથી માત્ર 4 કિલોમીટર દુર મુવાલીયા ગામમાં કેમ નથી પોહચી ત્યારે સ્થાનિકો દવારા સત્વરે આ યોજનાનો લાભ મળે તેવી માંગ કરી રહયા છે.

Published On - 2:08 pm, Thu, 9 June 22

Next Article