DAHOD : આંબા ગામેથી નકલી નોટોનો પર્દાફાશ, 6 લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપાઇ

લીમડી પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ મુનીયાને ઝડપી પાડી તેમજ રાજસ્થાન પોલીસએ એક આરોપી ઝડપેલ હોય કુલ બે આરોપી ઝડપી પાડયા હતા. આ નકલી નોટો કેટલા સમયથી બનાવતા હતા. તેમજ આવી કેટલી નોટો બજારોમાં ફરી રહી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઇ છે.

DAHOD : આંબા ગામેથી નકલી નોટોનો પર્દાફાશ, 6 લાખથી વધુની ડુપ્લિકેટ નોટો ઝડપાઇ
ફાઇલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 5:49 PM

રાજયના મોટા શહેરોને છોડી ડ્રગ્સ, નકલી દારુ હોય કે પછી નકલી નોટો હવે ગ્રામ વિસ્તારમાં ગુનેગારો પોતાના અડ્ડાઓ બનાવી રહ્યા છે. હજી દાહોદના છાપરીમાંથી નકલી દારુ બનાવાની મીની ફેકટ્રી ઝડપાવાની શાહી સુકાઈ નથી. ત્યાં તો ઝાલોદ તાલુકાના આંબા ગામના ધુસણીયા ફળીયામાંથી નકલી નોટો બનાવવાના સાધનો સાથે 6 લાખથી વધુની નકલી નોટો પકડી પાડવામાં આવી છે. આમ, લીમડી પોલીસ અને રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે.

બનાવની વિગત વાર વાત કરીએ, તો ગુજરાતને અડીને આવેલ રાજસ્થાન બોર્ડરના અથણીયા પોલીસ મથકની હદમાં આવેલ એક હોટલમાં પરમેશ્વર પાટીદાર હોટલમાં જમવા ગયેલ અને જમ્યા પછી હોટલ માલિકને બીલ પેટે 400 રુપીયા આપેલ. જે હોટલ માલિકને નોટો જોતા આરોપીને માલુમ ન પડે તે રીતે અથણીયા પોલીસને જાણ કરતા પોલીસએ નોટ આપનાર પરમેશ્વરને નાકા બંદી કરી ઝડપી પાડેલ હતો. ત્યાર બાદ વધુ પુછપરછ કરતા આ નોટો ગુજરાતના દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામના ઇસમ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવતા રાજસ્થાન પોલીસએ દાહોદ જીલ્લાના લીમડી પોલીસને સંપર્ક કરતા લીમડી પોલીસએ ગુન્હાની ગંભીરતા દાખવી હતી.

અને સત્વરે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રીતે આંબા ગામે ધુણસીયા ફળીયામાં રેહતા વિક્રમ મુનીયાના ઘરે છાપો મારતા પોલીસને તેના ઘરેથી પ્રિન્ટર નં 1 પ્રિન્ટરના કારટીસ 10 થી વધુ 6 લાખથી વધુની 2000, 500, 200, 100 ની નકલી નોટો તેમજ નોટ સાઇઝ નામ કટીક કરેલ પેપર એક બોક્સ મળી આવતા એક સમય માટે પોલીસ પણ ચોકી ઊઠી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

લીમડી પોલીસે સ્થળ ઉપરથી વિક્રમ મુનીયાને ઝડપી પાડી તેમજ રાજસ્થાન પોલીસએ એક આરોપી ઝડપેલ હોય કુલ બે આરોપી ઝડપી પાડયા હતા. આ નકલી નોટો કેટલા સમયથી બનાવતા હતા. તેમજ આવી કેટલી નોટો બજારોમાં ફરી રહી છે તે દિશામાં વધુ તપાસ પી.એસ.આઇ હિમ્મત ભુલકા (રાજસ્થાન પોલીસ) તેમજ પી.એસ.આઇ એમ.એલ.ડામોર લીમડી પોલીસ મથકનાઓ કરી રહ્યા છે. જયારે એક વધુ આરોપી જે પોલીસ રેડ જોઈને ભાગી જવામાં સફળ રહેલ તેને ઝડપથી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

આમા ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ કોરાનાકાળ પછી ધંધા રોજગાર ઉપર માઠી અસર જોવા મળેલ છે. ત્યારે રાતોરાત પૈસાદાર થવાની ઘેલચ્છા રાખનાર દેશના અર્થતંત્ર ઉપર સીધી અસર થાય તેવા શોર્ટકટ અપનાવા ખચકાતા નથી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">