Dahod : લીમડી અને દેપાડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

|

Jun 23, 2022 | 7:13 PM

ગુજરાતના દાહોદ(Dahod) લીમડી,કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તાર ધીમી ધારે વરસાદ શરુ થયો છે. તેમજ પવન સાથે ધીમી ધારે વરસાદ શરુ થતા વાતાવરણ મા ઠંડક પ્રસરી છે.

Dahod : લીમડી અને દેપાડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
Rain
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં(Gujarat)  ધીરે ધીરે વરસાદની(Monsoon 2022)  શરૂઆત થઈ રહી છે. જેમાં રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે દાહોદ(Dahod) જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં દાહોદ, લીમડી,કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તાર ધીમી ધારે વરસાદ શરુ થયો છે. તેમજ પવન સાથે ધીમી ધારે વરસાદ શરુ થતા વાતાવરણ મા ઠંડક પ્રસરી છે. તેમજ વરસાદની શરૂઆત થવાના પગલે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

પોરબંદરમાં શહેરીજનો વરસાદની મોજ માણવા ચોપાટી પહોંચ્યા

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને મહેર વરસાવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.. અરવલ્લીના મેઘરજ તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.તો રાજકોટના ઉપલેટા પંથકમાં પણ લાંબા સમયના વિરામ બાદ વાવણીટાણે મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. જ્યારે પોરબંદરમાં શહેરીજનો વરસાદની મોજ માણવા ચોપાટી પહોંચ્યા હતા અને દરિયામાં પણ તોફાની મોજા અને કરંટ જોવા મળ્યો હતો

આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

આ ઉપરાંત ગુજરાતમાં વરસાદની રાહ જોઇને બેઠેલા ખેડૂતો માટે રાહતના  સમાચાર મળી રહ્યાં છે.આગામી ત્રણ દિવસ ગુજરાતમાં રસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.જો કે  એક  દિવસ સામાન્ય વરસાદ રહેશે.જ્યારે 24 અને 25 જૂને ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્યમાં જૂન મહિનામાં  અત્યાર સુધી 50 ટકા વરસાદની ઘટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માનીએ તો દક્ષિણ ગુજરાતના  સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે.મહત્વનું છે કે રાજ્યમાં જૂન મહિનામાં  અત્યાર સુધી 50 ટકા વરસાદની ઘટ છે.રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ 1.5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.

Next Article