Dahod: કોંગ્રેસના વધુ એક MLA નારાજ ! કોંગ્રેસનાં જ કાર્યક્રમમાં સ્થાનિક MLA ગેરહાજર રહ્યા બાદ ચર્ચાએ જોર પકડ્યુ

|

Jun 11, 2022 | 12:55 PM

દાહોદ (Dahod) જિલ્લાના લીમડી ખાતે શુક્રવારે કોંગ્રેસ નવ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવ સંકલ્પ સંમેલનમાં સ્થાનિક ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા (MLA Bhavesh Katara) જ કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા હતા.

Dahod: કોંગ્રેસના વધુ એક MLA નારાજ ! કોંગ્રેસનાં જ કાર્યક્રમમાં સ્થાનિક MLA ગેરહાજર રહ્યા બાદ ચર્ચાએ જોર પકડ્યુ
Congress sammelan in Dahod District

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election)  પગલે દરેક પક્ષ સક્રિય થઇ ગયા છે. રાજકારણમાં જુદી જુદી હલચલના સમાચાર સામે આવી રહ્યા છે. નારાજગી અને પક્ષ પલટાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. ત્યારે દાહોદમાં (Dahod) કોંગ્રેસના નવ સંકલ્પ સંમેલનમાં પણ આંખે ઉડીને વળગે તેવી કોંગ્રેસ (Congress) પક્ષની વાત સામે આવી છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યની જ ગેરહાજરી જોવા મળી. ચૂંટણી ટાણે કોંગ્રેસના જ સ્થાનિક ધારાસભ્ય કોંગ્રેસના જ કાર્યક્રમમાં હાજર ન રહે તે વાત સૌને નવાઇ પમાડનારી હતી.

દાહોદ જિલ્લાના લીમડી ખાતે શુક્રવારે કોંગ્રેસ નવ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવ સંકલ્પ સંમેલનમાં સ્થાનિક ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા જ કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા હતા. પોતાના જ મત વિસ્તારમાં કોંગ્રેસનું સંમેલન હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાની સૂચક ગેરહાજરીને કારણે ભારે તર્કવિતર્ક સર્જાયા છે. ચૂંટણી નજીક છે ત્યારે મતદારો સુધી પહોંચવાનો સમય છે અને ધારાસભ્ય ગેરહાજર રહ્યા ત્યારે આ વાત સૌને સૂચક લાગી રહી છે.

ધારાસભ્યની સૂચક ગેરહાજરી પક્ષ પ્રત્યેની નારાજગીને કારણે હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે ધારાસભ્યની સૂચક ગેરહાજરી અંગે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાને પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, ભાવેશ કટારા તેમના કોઈ અંગત કામને કારણે ઉપસ્થિત રહી શક્યા નથી. ત્યારે હવે આગામી સમયમાં જ ધારાસભ્યની સૂચક ગેરહાજરી પર સ્પષ્ટતા થઇ શકે તેમ છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Next Article