Dahod Rain : દેવગઢ બારિયામાં વીજ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા લાગી આગ, જુઓ Video

|

Jun 27, 2022 | 2:33 PM

વીજ ટ્રાન્સફોર્મરમાં વીજળી (Electricity) પડવાથી દેવગઢ બારિયામાં (Devgarh Baria) ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ઘણા કલાકો લોકોએ અંધારપટમાં જ રહેવુ પડ્યુ હતુ.

Dahod Rain : દેવગઢ બારિયામાં વીજ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા લાગી આગ, જુઓ Video

Follow us on

રવિવારે સમી સાંજે અચાનક દાહોદના વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. જે પછી અડધુ ગુજરાત (Gujarat) પાણીથી તરબતર થઇ ગયુ હતુ. ભારે પવન સાથે વરસાદ (Rain)  પડવાના કારણે ગુજરાતમાં ઘણા સ્થળોએ નુકસાન પહોંચ્યુ છે. ભારે પવનના કારણે અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી (tree collapsed) થવાની ઘટના બની છે. તો ઘણા સ્થળે લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા છે. આ જ રીતે દાહોદ (Dahod) જિલ્લામાં પણ વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. દાહોદના દેવગઢ બારિયામાં વરસાદને કારણે એક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

વરસાદે સર્જી તારાજી

દાહોદ જિલ્લામાં ગઇકાલે વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં MGVCLની વીજ લાઈનના ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા આગ ફાટી નીકળી હતી. વીજળી પડતા જ વીજ લાઈનના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. જેના કારણે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. સાથે જ નજીકમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આગ લાગવાના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

દેવગઢ બારિયામાં વીજ પુરવઠો ખોરવાયો

વીજ  ટ્રાન્સફોર્મરમાં વીજળી પડવાથી દેવગઢ બારિયામાં ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ઘણા કલાકો લોકોએ અંધારપટમાં જ રહેવુ પડ્યુ હતુ. તો વીજ પુરવઠો ખોરવાતા વીજ કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી શરુ કરી હતી. વીજ કર્મીઓએ ભારે જહેમત બાદ વીજ પુરવઠો યથાવત કર્યો હતો.

Next Article