DAHOD : મહિલા અત્યાચારનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી

|

Aug 19, 2021 | 9:33 AM

દાહોદ જિલ્લામાં મહિલા પર અત્યાચારના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે આ જિલ્લામાં મહિલા અત્યાચારનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સામાન્ય વાતમાં મહિલા પર અત્યાચાર થયો છે.જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી

DAHOD : મહિલા અત્યાચારનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

DAHOD : જિલ્લામાં મહિલા પર અત્યાચાર કરનાર ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુંટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે? તેમ કહી મહિલા પર તેના કુટુંબીજનોએ અત્યાચાર ગુજાર્યો હતો. અને 4 જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. અને અત્યાચારનો ભોગ બનેલી મહિલાની ફરિયાદના આધારે ચાર આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ દાહોદ જીલ્લામાં વારંવાર આવા બનાવો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે મહીલા પર આવા અત્યાચારો ન બને તે માટે પોલીસે મહીલાઓમાં જાગૃતતા લાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે.

દાહોદ જિલ્લામાં મહિલા પર અત્યાચારના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે આ જિલ્લામાં મહિલા અત્યાચારનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સામાન્ય વાતમાં મહિલા પર અત્યાચાર થયો છે.જે અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. અને, આરોપીઓને ઝડપી લીધા હતા.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ અંગે પોલીસને જાણ થતા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ આ મામલે અત્યાચારનો ભોગ બનેલ મહિલાએ સુખસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો પોલીસ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ જીલ્લામા વારંવાર આવા બનાવો સોસયલ મીડીયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. આ અગાઉ પણ 3 બનાવો બન્યા હતા. ત્યારે વધુ એક વખત મહીલા ઉપર અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા બનાવો બનતા હોય ગામડે ગામડે મહીલાઓમાં જાગૃતતા આવે તે માટે સમિતિ બનાવામાં આવી છે. તેમજ પોલીસ વિભાગ દ્વારા નાટકો દ્વારા પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આશા રાખીએ કે પોલીસના આ પ્રયાસોને સફળતા મળે.

 

આ પણ વાંચો : Gir somnath : ખાદ્ય પફર માછલીમાં રહેલ ઝેર માનવી માટે જોખમી, ciftના વૈજ્ઞાનિકોનું રિસર્ચ, ગુજરાતના દરિયાકાંઠે રહેતા કેટલાક લોકો પફર માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ માછલીને આરોગતા એક વ્યક્તિનું મોત પણ થયું છે.

આ પણ વાંચો : Gujarat : આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગની આગાહી, રાજયમાં હાલ જયારે વરસાદની ખેંચ છે. ત્યારે પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોમાં ખુશાલી છવાઇ છે.

Next Article