Cyclone Tauktae Update : વાવાઝોડાનો સામનો કરવા સુરતનું તંત્ર તૈયાર, લોકોને કરી સુરક્ષા અને સાવચેતીની અપીલ

|

May 17, 2021 | 9:18 AM

Cyclone Tauktae Update : તાઉ તે વાવાઝોડાની અસર રવિવારથી જ સુરતમાં જોવા મળી હતી. આ વાવાઝોડું સુરતના દરિયાકાંઠાથી 80 થી 90 કિમીની ઝડપે પસાર થશે.

Cyclone Tauktae Update : વાવાઝોડાનો સામનો કરવા સુરતનું તંત્ર તૈયાર, લોકોને કરી સુરક્ષા અને સાવચેતીની અપીલ
સુરત

Follow us on

Cyclone Tauktae Update : તાઉ તે વાવાઝોડાની અસર રવિવારથી જ સુરતમાં જોવા મળી હતી. આ વાવાઝોડું સુરતના દરિયાકાંઠાથી 80 થી 90 કિમીની ઝડપે પસાર થશે. જેથી તેજ પવન અને ભારે વરસાદની આગાહી આજે અને આવતીકાલે કરવામાં આવી છે. જે લોકો કાચા મકાનોમાં રહે છે, તેમજ દરિયાકાંઠે રહે છે તેમને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વીજ કાપના સંદર્ભમાં પાણીનો સંગ્રહ કરવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ઝાડ અને જર્જરિત મકાનોથી દુર રહેવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડા દરમ્યાન બહાર નહિ નીકળવા સૂચના આપવામાં આવી છે. તારીખ 17 અને 18 એમ બે દિવસ શહેરીજનોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડાની અસરને પગલે પાલિકાએ તમામ ઝોનમાંથી 410 હોર્ડિંગ્સ અને 356 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું છે. 24 કલાક માટે પાલિકાએ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દરેક ઝોનમાં ઇમરજન્સી નંબરો જાહેર કરી દેવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વાવાઝોડા પહેલા શું કરવું ?
–અફવાઓથી દૂર રહો, શાંત રહો
–મોબાઈલ ચાર્જ રાખો
–હવામાન વિભાગની માહિતી મેળવતા રહો
–રેડિયો, ટીવી, સમાચારપત્રો વાંચતા રહો
–દસ્તાવેજો કિંમતી વસ્તુઓને વોટર પ્રુફ કન્ટેનરમાં રાખો..
–કટોકટીની કીટ તૈયાર રાખો
–તીક્ષ્ણ વસ્તુઓથી દુર રહો..

વાવાઝોડા દરમ્યાન અને પછી શું કરશો ?
–ઇલેક્ટ્રિક સાધનોનો પાવર અને ગેસનો પુરવઠો બંધ કરી દો
–દરવાજા બારી બંધ રાખો
–જો તમારું ઘર અસુરક્ષિત છે તો સુરક્ષિત સ્થળ પર જતાં રહો
–ઉકાળેલું ક્લોરીનયુક્ત પાણી પીઓ
–તંત્ર દ્વારા અપાયેલી સૂચના પર જ વિશ્વાસ કરો
–તૂટેલા ઇલેક્ટ્રિક થાંભલા અને વૃક્ષથી દુર રહો.

Next Article