સી આર પાટીલે AAP-કોંગ્રેસને આંધળા-બહેરાના ગઠબંધન જેવુ ગણાવ્યુ, કહ્યુ-‘કોંગ્રેસ અને આપ દિવાસ્વપ્નમાં રાચે છે. ‘

ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર પ્રતિક્રિયા આપી છે. સી આર પાટીલે AAP-કોંગ્રેસને આંધળા-બેરાના ગઠબંધન જેવુ ગણાવ્યુ છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ જ 26 બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સી આર પાટીલે AAP-કોંગ્રેસને આંધળા-બહેરાના ગઠબંધન જેવુ ગણાવ્યુ, કહ્યુ-કોંગ્રેસ અને આપ દિવાસ્વપ્નમાં રાચે છે.
| Updated on: Feb 24, 2024 | 12:46 PM

ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર પ્રતિક્રિયા આપી છે. સી આર પાટીલે AAP-કોંગ્રેસને આંધળા-બહેરાના ગઠબંધન જેવુ ગણાવ્યુ છે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ જ 26 બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

AAP ગુજરાતમાં બે બેઠક પર ચૂંટણી લડશે

AAP-કોંગ્રેસના ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઇ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં માત્ર 2 સીટ પર ચૂંટણી લડશે. મળતી માહિતી મુજબ હવે આપ ગુજરાતમાં બે બેઠક ભરુચ અને ભાવનગરમાં ચૂંટણી લડશે.જેને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી છે.

ભાવનગર અમારી મજબૂત બેઠક છે-પાટીલ

સી આર પાટીલે જણાવ્યુ કે ગત વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતા ભાજપે 13 ટકા મત વધારે મેળવેલા છે. ચૈતર વસાવા સિવાય 7માંથી 4ની તો ડિપોઝીટ પણ જમા થઇ હતી. ભાજપ ગુજરાતમાં મજબૂત છે. ભાવનગર પણ અમારી મજબૂત સીટ છે. ત્યાં અમારુ મજબૂત વાતાવરણ છે.

આંધળા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ

સી આર પાટીલે AAP-કોંગ્રેસને આંધળા-બહેરાના ગઠબંધન જેવુ ગણાવ્યુ છે. વિધાનસભા ચૂંટણીની વાત કરતા સી આર પાટીલે જણાવ્યુ હતુ કે તેમાં કોંગ્રેસે 44 બેઠક પર ડીપોઝીટ ગુમાવી હતી.હાલમાં કોંગ્રેસના આગેવાનોને પણ જીતની કોઇ શક્યતા દેખાતી નથી, ત્યારે આવા ગઠબંધનની પણ જીતની કોઇ શક્યતા નથી.

સી આર પાટીલે કહ્યુ કે આપ અને કોંગ્રેસ દિવાસ્વપ્નોમાં રાચે છે. નર્મદામાં એક જ બેઠક પર આપ મજબૂત છે. બાકીની બેઠકો પર આપે ડિપોઝીટ પણ ગુમાવી હતી. PM મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક નિશ્ચિત છે.તેમણે કહ્યુ,વરસાદમાં દેડકા આવે તેમ ઇલેક્શનના ટાઇમે લોકો આવી જાય છે. કોંગ્રેસ અને AAP ચૂંટણી વખતે જ દેખાય છે.

સી આર પાટીલે કહ્યુ કે કોણ નારાજ છે, કોણ નબળું છે તેની ચિંતા અમને નથી. લોકસભા ચૂંટણીમાં ભાજપ દેશમાં 400થી વધુ બેઠકો જીતશે અને ગુજરાતમાં 26એ 26 બેઠક પણ જીત હાંસલ કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:21 pm, Sat, 24 February 24