અમદાવાદ એરપોર્ટ પર ઓમિક્રોનને લઈને AMC એલર્ટ, વિદેશથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ, જાણો સંપૂર્ણ વિગત

Ahmedabad Airport: અમદાવાદમાં ઓમિક્રોનને લઇને AMCની કાર્યવાહી કડક બની છે. એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે. તો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ જ પ્રવાસીને જવા દેવાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 7:29 AM

Omicron In Gujarat: આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad) દ્વારા એરપોર્ટ પર સઘન તપાસ હાથ ધરાઇ છે. વિદેશથી આવનાર પ્રવાસીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વિદેશથી આવનારનો કોરોના રિપોર્ટ કરવામાં આવે છે. અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પ્રવાસીને એરપોર્ટની બહાર જવા દેવામાં આવે છે. ત્યાર બાદ પણ વિદેશથી આવેલ મુસાફરે સાત દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન રહેવું પડે છે.

હોમ ક્વોરન્ટાઇનનું પાલન નહીં કરનારા સામે પોલીસની કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે છેલ્લાં સાત દિવસમાં 118 લોકો રિસ્ક કન્ટ્રીમાંથી અમદાવાદ આવ્યા છે. 7 દિવસમાં ડોમેસ્ટિક એરપોર્ટ પર 450 મુસાફરો રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

જણાવી દઈએ કે 7 ડિસેમ્બરે ઓમિક્રોનની (0micron) દહેશત વચ્ચે રાજ્યમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 6 ડિસેમ્બરે રાજયમાં કોરોનાના 38 કેસ નોંધાયા હતા. જ્યારે 7 ડિસેમ્બરે રાજયમાં કોરોનાના 61 કેસ સામે આવ્યા છે.આમ, એકાએક રાજયમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. અને, રાજયમાં એક જ દિવસમાં 23 કેસ વધ્યા છે. જે કોરોનાની ત્રીજી લહેરની દસ્તક હોવાની શંકા સેવાઇ રહી છે.

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 26 જેટલા નોંધાયા છે. ગુજરાતમાં દિવાળી બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. બીજી ડિસેમ્બરે 50 કેસ નોંધાયા હતા.જ્યારે ઘણા સમય પછી રાજ્યમાં 61 નવા કેસ નોંધાયા છે.તો 39 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Bhavnagar: ચિત્રા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, ઉપદ્રવીઓએ બાઈક સળગાવી કરી તોડફોડ, જાણો વિગત

આ પણ વાંચો: PM Kisan Scheme: માર્ચ 2022 સુધી ખેડૂતોને મળશે 22 હજાર કરોડ, જાણો શું છે સમગ્ર માહિતી

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">