પોસ્ટ ઓફિસના એજન્ટથી રહો સાવધાન! તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જુઓ VIDEO

|

Oct 17, 2019 | 7:05 AM

પંચમહાલના કાલોલમાં દંપતીએ કરેલી ઉચાપતનો આંકડો 5.5 કરોડને પાર પહોંચ્યો છે અને વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટ દંપતિના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અગાઉ 10 દિવસના રિમાન્ડ દરમિયાન વેજલપુર પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓની સંડોવણી સામે આવતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભોગ બનનારા વ્યક્તિઓની સંખ્યા પણ 23 થી વધીને 42 થઈ […]

પોસ્ટ ઓફિસના એજન્ટથી રહો સાવધાન! તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી, જુઓ VIDEO

Follow us on

પંચમહાલના કાલોલમાં દંપતીએ કરેલી ઉચાપતનો આંકડો 5.5 કરોડને પાર પહોંચ્યો છે અને વેજલપુર પોસ્ટ ઓફિસના એજન્ટ દંપતિના વધુ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અગાઉ 10 દિવસના રિમાન્ડ દરમિયાન વેજલપુર પોસ્ટ ઓફિસના 4 કર્મચારીઓની સંડોવણી સામે આવતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભોગ બનનારા વ્યક્તિઓની સંખ્યા પણ 23 થી વધીને 42 થઈ છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતિ ગ્રાહકોના નાણા શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગમાં વાપરતા હતા. પોલીસે એજન્ટ દંપતીના ઘરની તપાસ કરતા વેજલપુર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરના હોદ્દાનો સિક્કો, પોસ્ટ ઓફિસની 750 પાસબૂકો, કોરા ચેક અને પોસ્ટની 25 કોરી ચેકબૂકો પણ મળી આવી છે. જો વધુ તપાસ કરવામાં આવે તો ઉચાપતનો આંકડો 10 કરોડ સુધી પહોંચે તેવી આશંકા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:33 pm, Tue, 15 October 19

Next Article