Ahmedabad: હવે પોલીસ સ્ટેશનમાં પણ કોર્પોરેટ સુવિધા! સ્વાગત કક્ષથી લઈને ફીડબેક સુધીની થશે ગોઠવણ

Ahmedabad: શહેરના પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ ઘણી અન્ય આયોજન વિશે ચાલો જાણીએ.

Ahmedabad: હવે પોલીસ સ્ટેશનમાં પણ કોર્પોરેટ સુવિધા! સ્વાગત કક્ષથી લઈને ફીડબેક સુધીની થશે ગોઠવણ
Ahmedabad Police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 12:52 PM

Ahmedabad: શહેરમાં પોલીસ સ્ટેશનની (Police Station) રોનક બદલાવાની છે. જી હા હવે પોલીસ સ્ટેશનમાં જશો તો પહેલા કોર્પોરેટ ઓફિસોની જેમ રિસેપ્શન કાઉન્ટર (reception counter) જોવા મળશે. પોલીસ સ્ટેશનમાં રિસેપ્શન કાઉન્ટર બનાવવામાં આવશે. તેમજ શહેરના પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ (Welcome room) પણ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના 48 પોલીસ સ્ટેશન આ કામગીરી થઇ રહી છે.

અહીંયા જુદા જુદા કામ માટે આવતા લોકોને કયા કામ માટે કયા રૂમમાં જવું તેની માહિતી મળી આપવામાં આવશે. સાથે જ બહાર નીકળતા લોકોને પહેલા સ્વાગત કક્ષમાં ફીડકેબ ફોર્મ ભરાવવામાં આવશે. અને તેમનો અનુભવ કેવો રહ્યો તેમજ પોલીસની કામગીરી કેવી લાગી તેનો અભિપ્રાય પણ લેવામાં આવશે.

જણાવી દઈએ કે લોકો અનેક કામ માટે પોલીસ સ્ટેશનોમાં જતા હોય છે. પોલીસ સ્ટેશનમાં મોટાભાગે ફરિયાદ નોંધાવવા, પાસપોર્ટ વેરિફિકેશન માટે, પીસીસી – પીવીસી સર્ટિફિકેટ, લગ્ન સહિતના કાર્યક્રમોની મંજૂરી જેવા કામ માટે લોકો આવતા હોય છે. જો કે કયા માટે કઈ ઓફીસમાં જવું અને કોને મળતું તેની માહિતી હોતી નથી. હવે આ માહિતી મેળવવી આસાન રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પોલીસ સ્ટેશનમાં લોકોના અનુભવ પ્રમાણે અનેક કામ માટે જતા હોય ત્યારે ક્યારે કોને મળતું તે માટે હેરાનગતિ થતી હોય છે. જ્યારે એક જગ્યાએ પૂછવામાં આવે ત્યારે તેઓ કામમાં વ્યસ્ત હોય તો સરખો જવાબ પણ આપતા નથી. અને લોકોને જુદી જુદી ઓફિસમાં ફરવું પડે છે. પરંતુ આ સમસ્યાનું સમાધાર લાવવા માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ અને રિસેપ્શન કાઉન્ટર બનાવવમાં આવી રહ્યા છે. અને હવે આ નિર્ણયથી લોકોને કામ માટે ક્યાં જવું અને કોને મળવું તે અંગે સમસ્યા નહીં રહે.

100 પોલીસ કર્મચારીને અપાશે ટ્રેનિંગ

માત્ર સ્વાગત કક્ષ જ નહીં પરંતુ આ માટે પોલીસને ટ્રેનીંગ પણ આપવામાં આવશે. પ્રાયોગિક ધોરણે શહેરના 48 પોલીસ સ્ટેશનોમાં સ્વાગત કક્ષ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સ્વાગત કક્ષમાં નોકરી કરવા માગતા 100 મહિલા – પુરુષ પોલીસ કર્મચારીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. અને સોમવારથી તેમને ટ્રેનીંગ આપવામાં આવશે. તેમને શાહીબાગ પોલીસ હેડ કવાટર ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે.

લોકોના ફીડબેક

આ સાથે જ પોલીસ સ્ટેશનમાં આવતા લોકોના ફીડબેક પણ ચેક કરવામાં આવશે. તેમજ લોકો પોલીસ સ્ટેશનમાં કયા કામ માટે ક્યારે આવ્યા તેનો રેકોર્ડ રહેશે. સા સાથે પોલીસે તેમની સાથે કેવું વર્તન કર્યું તેની પણ માહિતી પર ધ્યાન આપવામાં આવશે. સ્ટેશનથી નીકળતા પહેલા લોકો પાસેથી ફીડબેક લેવામાં આવશે.

આ પણ વાંચો: સ્નાન કરાવતી વખતે તૂટી ગયો ભગવાનની મૂર્તિનો હાથ, રડતા રડતા પૂજારી લઈ આવ્યા હોસ્પિટલ, જુઓ Video

આ પણ વાંચો: Crime : માતાએ 13 વર્ષની પુત્રીને 27 વર્ષના યુવકને વેચી, બદલામાં સોનાના દાગીના અને 2,000 ડોલર લીધા, પોલીસે કરી કાર્યવાહી

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">